________________
પ્રયોજનભૂત તત્ત્વ
તમને કદાચ શંકા આવશે કે તત્ત્વોનું શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન કરવું કે સાચા દેવ, ગુરૂ, શાસ્ત્રોના શ્રદ્ધાનરૂપ સમ્યક્દર્શન કરવું ? અલી, બન્ને એક જ છે. તત્ત્વોનું સ્વરૂપ જાણ્યાં પછી તે તમારા ધ્યાનમાં આવશે.
=
આ બધામાં પહેલી મહત્વની શરત એ છે કે આ તત્ત્વો અરહંતોએજિનેન્દ્રોએ કહેલાં છે તે જ હોવાં જોઈએ. કારણ અન્યમતીઓના પોતપોતાનાં તત્ત્વો છે અને તે પણ ‘અમે તમને મુક્તિ આપીએ' - એવો દાવો કરે છે, ‘અન્યમત નિરાકરણ' તે મોક્ષમાર્ગપ્રકાશકનો પાંચમો અધ્યાય વાંચવાથી સવિસ્તાર ખુલાસો થશે. છહ ઢાળામાં કહ્યું છે - “તાâ ‘તાતૈ જિનવરકથિત તત્ત્વ અભ્યાસ કરિજે.''
૧૨૫
આ પ્રયોજનભૂત સાત તત્ત્વો છે. હાં, હાં, મને ખબર છે તમે પ્રશ્નોની ઝડી વરસાવશો કે તત્ત્વ એટલે શું ? પ્રયોજન એટલે શું ? પ્રયોજનભૂત તત્ત્વ એટલે શું ? તે સાત જ કેમ અને સાત છે તેના નામો શું શું છે ?
=
તત્ત્વ એટલે તત્+ત્ત્વ = ‘તે પણું’. તે વસ્તુનો ‘તે ભાવ’. જેમ વૃદ્ધત્વ એટલે વૃદ્ધપણું, માતૃત્વ એટલે માતૃપણું..
પ્રયોજન એટલે હેતુ અર્થાત કારણ. કોઈ વિદ્યાર્થીને પૂછીએ કે તારૂં ભણવાનું પ્રયોજન શું છે તો તે કહે છે મારે ડૉકટર બનવું છે. વેપાર કરનારનું પ્રયોજન પૈસા કમાવી પૈસાદાર થવું એ છે, ભોજન કરનારનું પ્રયોજન ભૂખ મટાડવી એ છે. પ્રત્યેક જીવનું પ્રયોજન દુ:ખ દૂર કરવાનું એટલે કે સુખી થવાનું છે. એવી જે કેટલીક વાતો છે કે, જેનું જ્ઞાન મેળવી તેમની અડગ શ્રદ્ધા, દૃઢ પ્રતીતિ-તે આમ જ છે અન્યથા નથી - એવો પાકો વિશ્વાસ થયાં વગર આપણું દુ:ખ દૂર થશે નહીં અને સુખ પ્રાપ્ત થશે નહીં, તે વાતોને પ્રયોજનભૂત તત્ત્વ એમ કહે છે.
અપ્રયોજનભૂત વાતો જેમ છે તેમ જાણવી અને માનવી અથવા ભૂલભરેલી માનવી તેથી મિથ્યાદર્શન થતું નથી. પરંતુ પ્રયોજનભૂત વાતોતત્ત્વ અન્યથા માનવાથી મિથ્યાદર્શન થાય છે. છઢાળામાં પં. દૌલતરામજી એ મિથ્યાદર્શનનું વર્ણન કરતા કહ્યું છે - ‘જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org