SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વનું સ્વરૂપ વડે જે જે જાણીએ તે બધા પુદ્ગલ છે, કારણ પુદ્ગલ જ માત્ર રૂપી છે. જીવદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય તો અરૂપી છે. દીકરીઓ, તમે કહેશો કે વિશ્વનું આ સ્વરૂપ જાણવાની માથાકૂટ અમારે જોઈતી નથી. મને પણ તે માન્ય છે. કારણ આજની Busy Life માં પોતાના લાભનો વિચાર કરવો જ યોગ્ય અને ડહાપણભર્યું છે. માનો, કે બાપદાદાની મોટી એસ્ટેટ છે અને તે ૧૦૦ લોકોમાં વહેંચાય, તો આપણી નજર આપણાં હિસ્સામાં અને આપણી માલિકીમાં કેટલી સંપત્તિ આવે તે ઉપર જ પડે છે. તે મુજબ આ વિશ્વનું સ્વરૂપ જાણી તેમાં મારું સ્થાન કયાં છે, મારો વિસ્તાર (ક્ષેત્ર) કેટલો મોટો છે, મારા અધિકારમાં શું શું છે, તે દરેક જણે નિશ્ચિત કરવું જોઈએ. હું કોણ છું - તો વિશ્વમાં જે અનંત જીવદ્રવ્યો છે તેમાંથી એક જીવદ્રવ્ય છું. મારૂં અસ્તિત્વ કયાં છે ? આખા લોકાકાશમાં ? નહિ, તો પછી કયાં છે ? હાલ આ પ્રાપ્ત શરીર છે ત્યાં જ મારૂં (જીવદ્રવ્યનું) અસ્તિત્વ છે. હમણાં આપણે જોયું કે આ જીવ દ્રવ્યના પ્રદેશ જે ક્ષેત્રમાં ફેલાયેલા છે ત્યાં જ અનંત પુદ્ગલદ્રવ્યો (કર્મ, શરીર ઈત્યાદિ) છે. ત્યાં આકાશદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પણ છે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અરૂપી હોવાથી આપણને દેખાતાં નથી, સમજાતાં નથી. કેવળ પુદ્ગલ જ દેખાય, અનુભવાય છે. તેથી તે જ હું એવી સહેજે કલ્પના આવે અને પ્રાપ્ત શરીર જ હું છું એવી ખોટી સમજ ઉભી થાય છે. પં. દૌલતરામજીએ છહઢાળામાં આ જીવની વિપરીત માન્યતા શું છે તે કહ્યું છે. तन उपजत अपनी उपज जान । तन नशत आपको नाश मान । 33 જુઓ હું, જીવ અનાદિથી પુદ્ગલના સંયોગમાં છે, પણ પુદ્દગલરૂપ થયો નથી. પોતાની ભૂલથી તેણે એમ માન્યું અને તે કારણે તે દુઃખી છે. તો પછી આપણે કરવું શું ? બધું છોડી દેવું ? ના, આપણો અધિકાર શું છે તે જોવું. આપણે કોણ અને આપણે શું કરી શકીએ તેની સૌ પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy