________________
પરિચ્છેદ
ગુણ પ્રશંસ અધિકાર.
**
*
*
****
*
એટલે સાસરે આવી. સાસરામાં સર્વ પ્રકારનું સુખ હતું પણ તેના ધણુનું ઠીંઠણપાળ નામ સાંભળી તેને ખેદ થયે. અરે દેવ ! કયાં મારું નામ વિજયકુંવર અને
ક્યાં કઠણપાળ, કેવું કાને ડરામણું ને ખરાબ લાગે છે? વળી તેને અર્થ શો ? તે તે કાંઈ જણાતું નથી. અર્થ વગરના આવા કઢંગા નામ પાડનારને ધિક્ક છે? અરેરેરેમારે માટે તે ક્યાંથી નવું નામ ઉત્પન્ન થયું? માણસેનાં કેવાં કેવાં ચં. પકરાય, નવનિધરાય, નટવરરાય, મનમોહનરાય, પ્રિતમલાલ, મનસુખલાલ વગેરે સુંદર, મનહરણ અને ઉત્તમ નામ છે વળી ગુણ પણ નામ પ્રમાણે જ હશે? જેનું નામ ખરાબ તેનામાં ગુણ કયાંથી સારા હોય? અરે, તેવા નામ ઉપર ઉલટ આવેજ કેમ? સારાને વિદ્વાનને સંગ તેવાને હેાય જ કયાંથી? પછી તેનામાં સારા ગુણ કેમ હોય? એમ ખેદ કરવા લાગી. વળી તેની સહીયરો જ્યારે ભેગી થાય, ત્યારે પરસ્પર પોતાના ધણીના નવલશકર, દોલતરાય, ગૌરીશંકર, ગિરધરલાલ, જગજીવનદાસ, કેશવરામ, ભગવાનલાલ વગેરે કાનને પ્યારાં લાગે એવાં સુંદર નામના દાખલા આપી તેને બહુજ ખીજવે, તેથી વિજયકુંવરના મનમાં શેક થયા કરે. એ ચિંતામાં તેનું શરીર ઉતરી ગયું, ઠીંઠણપાળના નામની શોચનાને લીધે તેના ઉમદા ગુણ તરફ તે તે ધ્યાન આપતી નહિ, તેથી તેના મનનું સમાધાન થઈ રોષ ભરેલા નેણુ શી રીતે ઉતરે. હવે તે તેને દરેક માણસનું નામ પૂછવાની ટેવ પડી ગઈ હતી. તેથી જેને તેને નામ પૂછયા કરતી હતી.
એક વખત વિજયકુંવર હવેલીના ઓટલા ઉપર નિરાંતથી બેઠી હતી, તેવામાં એક ગરીબ બાઈ હાથમાં થેડી લાખ લઈ વેચવા નીકળી. તેણે વિજ્યકુંવરને કહ્યું કે, “અરે બાઈ સાહેબ, તમારે લાખ જોઈતી હોય તે ત્યે. તેની કિંમત જે તમારી નજરમાં આવે તે આપ. મારે તે વેચવાની ઘણું જરૂર છે એમ આગ્રહ કરી, ફરી ફરી કહ્યું.”
વિજ્યકુંવરે પ્રથમ તે તેણીને હાથમાં લાખ, દેખાવે કંગાલીયત ને ભૂખની બારશ જેવી જેઈ સામું પણ જોયું નહિ. છેવટે તેના આગ્રહથી પૂછયું, અરે બાઈ, તું આમ કેમ છેક દીતા બતાવે છે? તમારું નામ જ શું એવું છે કે?”
લાખવાળી બાઈ–મારું નામ તે લક્ષમી છે.
વિજયકુંવર–તારું નામ જ સાક્ષાત્કાર લક્ષિમ છે, તે પછી તારે આ લાખના થોડા પૈસા ઉપજાવવા સારૂ ઘેર ઘેર આથડવું પડે છે શા માટે?
લાખવાળી બાઈ –નામ લક્ષમી એમાં શું વન્યું! ઘરમાં ખાવા દાણાને રાતી પાઈ સરખી નથી. કરાં બૂમો પાડતાં હશે, તેથી જ્યારે આ લાખ વેચીને એનાદાણ લાવી જેટલા કરીશ, ત્યારે ખાવાનું પામશું, નામ પ્રમાણે ગુણ હોય હું તો ઘણી રાજી છઉં,