________________
છિદ. દુર્જનનિન્દા અધિકાર
૩૯૮ પાણીની તરશ લાગે વિખ તણું પીધું પાન, એવું પાન પીધાથી ન પીધું તેજ સારૂ છે, કહે દલપ ઠગવા પ્રભુનું લીધું નામ, એવું નામ લીધાથી ન લીધું તેજ સારૂં છે. ૧ ખલ પુરૂષ પોતાનાં મોટાં ષણે દૂપણ જો તે નથી.
अनुष्टुप् खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति ।
आत्मनो बिल्बमात्राणि पश्यन्नपि न पश्यति ॥१॥ ખળ પુરૂષ બીજાનું નાનામાં નાના સર્ષપાના દાણા ( એક જાતનું ધાન્ય) જેવડું છિદ્ર હોય તે પણ તેને જોઈને (જગતમાં જાહેર કરે છે ) પણ પિતાના છિદ્રો બીલાં (એક જાતનાં ફળ) જેવડાં હોય તે તે જોયા કરે તે પણ જાણે તે જ નથી (એમ માને છે. ત્યારે જાહેર તે કયાંથી કરે?) ૧
કવિત.
મુખે ઊંટની આત્મ શ્લાઘા. ઊંટ કહે આ સમયમાં વાંકા અંગવાળા ભંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડેડ વાંકી પોપટની ચાંચ વાંકી. કુતરાની પૂંછડીને વાંકે વિરતાર છે. વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા, ભેંશને તે શીર વાંકા શીગડાને ભાર છે; સાંભળી શીયાળ બેલ્યો દાખે દલપતરામ, અન્યનું તે એક વાંકુ આપનાં અઢાર છે. ૨ હંસ અને કાગડાને સંવાદ
મનહર છંદ કાગ કહે રાગ મારે હંસથી રસિક રૂડે, અગતણે રંગ પણ જાણનાર જાણશે; મરદની મુછે રંગ હોય હંસ અંશ જે, રંગ બાંધી, રંગ મુજ અંગ તુલ્ય આણશે; પતિવ્રતા પતનિનો પતિ પરદેશ હોય, પતિજથી તે તે મારા બોલને પ્રમાણશે; શું કહું વિશેષ વાત સુણો દલપતરામ, વિવેક વિનાના લોક હંસને વખાણશે.