________________
પરિચ્છેદ.
યતિશિક્ષાપદેશ-અધિકાર. તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા ૫. ળાય છે. હવે પછીના શ્લોકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ ઉપયોગી છે, તે પ્રકીર્ણ હવા સાથે યથાસ્થિત છે તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. ૧૦
ચારિત્ર પ્રાપ્તિ-પ્રમાદ ત્યાગ, प्राप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः। भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो, हतोऽसि दुःखैस्तदनन्तकालम्॥११॥
મહાકષ્ટથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દે ષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદ વડે હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં પડતું જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુખ ખમીશ.
ભાવ--+કર્મબંધન દ્વારા તારા પોતાના ઉત્પન્ન કરેલા વિષય પ્રમાદે છે અને તેને જે પ્રચાર થવા દઈશ તે પછી અનંતકાળ સુધી તારે દુખે ખમવો પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય પ્રમાદ અને તજજન્ય દિયા ભવભ્રમણને જ હેતુ થાય છે. સુજ્ઞજીવ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી, એમ જાણવા છતાં આ જીવ ગમે તેવું વર્તન ચલાવે તો પછી વાસ્તવિક રીતે અનંત દુઃખસમુદ્રમાં ડૂબતું જાય તેમાં નવાઈ નથી. ૧૧ પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ.)
द्रुतविलम्बित. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् *।
परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ १॥ તું તપ, યમ અને સંયમની નિયત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરી- - હાદિનું દુઃખ ) સહન કરવામાં મોટે ગુણ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ.
વિવેચન–તપ બાર પ્રકાર છે છ બાહા અને છ અત્યંતર. બાહ્યતામાં ઉપવાસ વિગેરે આવે છે, અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત વિગેરે આવે છે. + યમ પાંચ છે. જીવ વધત્યાગ, સત્ય વચન ઉચ્ચારણ, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિરમરણું થયેલું અથવા ફેકેલું પદ્રવ્ય ન લેવું તે અથવા સર્વથા ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂછીને ત્યાગ; એટલે ટૂંકમાં કહીએ તે પાંચ અણુવ્રતે કે મહાવ્રતનું આદરવું એ યમ છે. ઉપર લખેલાં પાંચ મ.
* गुणो महान् इतिस्थाने शिवं गुण इति वा पाठः