________________
[૧૦]
આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ પડી રહેલો, તેની નરોત્તમને બરાબર ખબર. બીજા કોઈને, અરે, ખુદ ગિરધરકાકાનેય એની ખબર નહિ! એ દાંડા લઈને નરોત્તમે મહારાજસાહેબને આપ્યું. એટલે મહારાજસાહેબ ને બધા ખુશ ખુશ થઈ ગયા કે “ખરો છોકરો !”
આમ ને આમ પૂર્વના સુસંસ્કારો ઉદ્દબુદ્ધ થતા ગયા; નવા સંસ્કારોને પ્રવાહ એમાં ઉમેરાતો ગયો, ને દીક્ષા લેવાની ભાવના, કોઈના ખાસ ઉપદેશ વિના જ, માત્ર આલંબનના બળે દઢ થતી ગઈ.
ચોમાસું પૂરું થયું ને સૂરિસમ્રાટ વિહાર કરી ગયા. પહેલો મુકામ છ માઈલ દર અલાઉ ગામે હતો. ત્યાં સુધી બધા સાથે નરોત્તમ પણ ગયા, ને બધા સાથે પાછા આવ્યા.
નોત્તમના મનમાં દીક્ષાની ઉમેદ મજબૂત બની ગઈ–ઝાડના મૂળ જેવી.
એમને એ ઉમેદ ભાવી ગઈ હતી, અને એટલે જ એ મીઠી પણ લાગતી હતી. પિતાને ભાવતી વસ્તુને મેળવવા કણ ન ઝંખે ? એનાં જતન કોણ ન કરે?
જાતવાન છોકરો સંસાર તો એક સંગ્રહસ્થાન છે–રાગ અને દ્વેષનું. સંસારી જીવ એ સંગ્રહસ્થાનનો રખેવાળ છે.
એ સંગ્રહસ્થાનની સતત રખેવાળી કરવી, એ જાણે પ્રત્યેક સંસારી જીવ માટે ફરજિયાત છે.
આવી રખેવાળીના આ ચક્કરમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે દીક્ષા. બાહ્ય દષ્ટિએ દીક્ષા એટલે પહેરવેશનું પરિવર્તન. આંતર દષ્ટિએ દીક્ષા એટલે રાગ-દ્વેષની રખેવાળીથી મુક્ત થવાને નિષ્ઠાભર્યો પ્રયાસ.
સંસારી જીવ માટે જેમ રાગ-દ્વેષની રખેવાળી ફરજિયાત છે, તેમ દિક્ષા લેનારે એ રખેવાળીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો, એ જરૂરી છે.
આ સમજીને દીક્ષા લે, એ ધર્મનો સાચો રાહ મેળવી શકે. દીક્ષા લઈને આ સમજણને આચરણમાં મૂકે, એ સાચો સાધુ બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org