________________
વાત્સલ્યનિધિ સંઘનાયક (બકરાને હાંકવાની આ બેલી છે.) આવું આવું સાંભળે ને છોકરાઓ તો ખુશખુશ થઈ જાય.
બીજા એક પ્રભાવવિજયજી નામે મુનિરાજ હતા. નરોત્તમ તેમની પાસે પણ બેસતા. એકવાર એમને કાંટો વાગ્યો. એમણે નરોત્તમને કહ્યું: “છોકરા ! હજામને બોલાવી લાવીશ?” તરત જ હા કહીને નત્તમ દોડતા ગયા ને હજામને લઈ આવ્યા.
એકવાર એ મહારાજે પૂછયું : “છોકરા ! તારે દીક્ષા લેવી છે?” નત્તમ કહેઃ “હા, મહારાજ.” મહારાજે પૂછ્યું: “બીજા કોઈને લેવાની છે?” કહેઃ “હા, એક અમૃતભાઈ છે; એમની ભાવના છે.” વળી એકવાર એમણે નરોત્તમના ઘરનો મેડે ચડતાં જ પૂછ્યું: “તારે દીક્ષા લેવી છે?” કહેઃ “હા.” મહારાજ કહેઃ “અલ્યા, દીક્ષા લઈશ તો મા-બાપ માથું ફોડશે.” કહે : “ભલે ને ફડે.”
રોજ રાત્રે સૂરિસમ્રાટ પાસે નિયમિત જવાનું, એમના પગ દબાવવાના પગે ઘુસ્તા મારવાના-નરોત્તમને આ કમ બની ગયો; એક દિવસ પણ ખાલી નહિ.
એકવાર સૂરિસમ્રાટે પૂછેલું: “અલ્યા, તું કોનો છોકરે?” ત્યારે જવાબ આપેલો : “હેમચંદ શામજીને.”
બસ, આ સિવાય કોઈ દિવસ સૂરિસમ્રાટે કાંઈ પૂછ્યું નહિ, કહ્યું પણ નહિ. હા, એકવાર એમણે નરોત્તમની હથેળી હાથમાં લઈને જોયેલી, પણ કંઈ બોલ્યા નહિ.
સં. ૧૯૯૬નું ચોમાસું સૂરિસમ્રાટે બેટાદમાં કર્યું. ચોમાસા પહેલાં બોટાદના જ એક વૃદ્ધ ભાવિકને દીક્ષા આપવાનું નક્કી થયું. એ વખતે બન્યું એવું કે દીક્ષાની બધી સામગ્રી તૈયાર હતી, પણ એમાં દાંડો ન હતો. એના વિના કેમ ચાલે? ગામમાં તપાસ કરી, પણ ક્યાંથી મળે?
એ વખતે એક મહારાજે નરોત્તમને પૂછયું : “એલા છોકરા, ક્યાંય દાંડે મળશે?” નત્તમ તે આવી તકની રાહ જ જોતા હતા. એ કહેઃ “હા સાહેબ, હમણાં જ
લાવ્યો »
આમ કહીને એ દાંડે લેવા દોડયા. બોટાદમાં અત્યારે કેશવલાલ “ગુરુજી” નામે પ્રજ્ઞાચક્ષુ ગૃહસ્થ છે. તેઓ શા. ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના ગૃહપતિ છે. એમના પિતા ગિરધરકાકા હતા. એમના ઘરને મેડે ખીંટી પર ઘણા વખતથી એક દાંડો આડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org