________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
(
૭ )
ત્યાગભાવનાનું બીજ
બોટાદે આજે ભારે રૂડા શણગાર સજ્યા હતા.
ગામના પાદરથી લઈને દેરાસર–ઉપાશ્રય સુધી ચતરફ લાલ-લીલી પતાકાઓનાં તોરણે લટકતાં દીસતાં હતાં. આંગણે આંગણે નાના નાના માંડવા બંધાયા હતા. દેરાસર આગળ મોટો મંડપ ઊભું કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી બજી રહેલી નોબતના પડઘા ગામના પાદરને ઓળંગીને ક્યાંય દૂર સુધી સંભળાતા હતા—જાણે નોબતખાનામાંથી રેલાતા એ સૂરોને ઉતાવળ હતી બેટાદને આંગણે પધારી રહેલા સુરિસમ્રાટનું સૌપહેલું સ્વાગત કરી લેવાની.
હા, તેઓ સૂરિસમ્રાટ હતા. કારણ, આગમ-સૂત્રેના વેગ વહેવાની સૈકાઓથી વિસરાયેલી ને વીખરાયેલી પ્રણાલિકાનું પુનરુજજીવન કરીને તેઓ સાચા અર્થમાં સર્વપ્રથમ સુવિહિત આચાર્ય બન્યા હતા. એમના પુનિત પગલાથી આજે બોટાદ પાવન થવાનું હતું. એના જ હર્ષમાં એ આજે સજધજ થયું હતું.
સામૈયાને વખત થયો ને ગામના આબાલવૃદ્ધ સૌ સૂરિસમ્રાટને લેવા ગામ બહાર ગયાં. ઢોલ, ત્રાંસા, શહનાઈ, નોબત વગેરે દેશી વાદ્યો મીઠા સૂર રેલાવતાં હતાં. સ્ત્રીવૃન્દ મંગળગીત ગાતું હતું. સૌને આનંદ મા’તે નહતો.
પિતાના વિદ્વાન યુવાન શિષ્યના સમુદાય સાથે સૂરિસમ્રાટ વિહાર કરીને ગામને પાદર આવી પહોંચ્યા, ને સામૈયું શરૂ થયું.
દસ દસ ડગલે બંધાયેલા નાના નાના માંડવાઓમાં સૂરિસમ્રાટ પ્રવેશ કરતા ત્યારે સામૈયું થોભતું. માંડવામાં પાટ ઢળાતી. એના પર સૂરિસમ્રાટ બેસતા, જનતાનાં વંદન સ્વીકારતા અને બુલંદ અવાજે ધર્મ લાભ” ઉચારતા. ગલીઓ થાય, અક્ષતનાં વધામણાં થાય, પછી સામૈયું આગળ વધે.
માણસ હકડેઠઠ ઊભરાયું હતું. કહે છે કે, બોટાદસંઘના સમગ્ર ઈતિહાસમાં આ રીતનું સામૈયું આ પહેલું જ હતું. અને હજી પણ આવી હૈયાની ઊલટથી ભર્યું સામૈયું બોટાદ માટે અદ્વિતીય જ ગણાય છે.
આ સામૈયામાં નરોત્તમ પણ સામેલ હતા. સામૈયું બધાંએ જે રીતે જોયું ને માયું, એ કરતાં નત્તમે જુદી જ રીતે માણ્યું. એમના મન પર સામૈયાના ઘેરા અને ખૂબ સારા પ્રતિભાવ પડ્યા. એમને થયું: રે! આ મહારાજ સાહેબ જેવા આપણે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org