________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૫]
સંસ્કાર-ઘડતર નરોત્તમનો ઉછેર ઠીક ઠીક કહી શકાય એવા સંસ્કારી અને સાદા વાતાવરણમાં થયે.
મોટેરાંની ધાક ખાસ નહિ, છતાં ઘરનું વાતાવરણ જ એવું સ્વસ્થ હતું કે બધાં મોટેરાંની આમન્યા જાળવવામાં ને પોતાને કરવાના કામમાં નિયમિત રહેતાં. પિતાથી મોટાનું બહુમાન કરવાની વૃત્તિ નરોત્તમને પાયાના સંસ્કાર તરીકે મળી હતી.
એ સમજણા થયા ત્યારથી કુટુંબગત ધાર્મિક સંસ્કારો પણ એમણે ઝીલવા માંડ્યા. જ દેરાસરે જવું, ને દર્શન-પૂજન કરવાં, એ એમાં મુખ્ય હતા. નાના હતા ત્યાં સુધી આ કે બાપુજી સાથે ને સમજુ થયા પછી પોતાની મેળે, ઉપાશ્રયે સાધુમહારાજ હોય તો તેમને વંદન કરવા જતા.
નાનપણથી એમનામાં પરગજુપણાને, કોઈનું ભલું કરી છૂટવાને સંસ્કાર સારા પ્રમાણમાં ખીલેલો. આડોશ-પાડોશમાં કોઈ નાના-મોટા કાંઈ પણ કામ ચીધે, તો તેઓ હોંશે હોંશે કરી આપતા; ઘરડાં ને માંદાની માવજત પણ બને તેટલી કરતા. ઉપાશ્રયે સાધુ આવ્યા હોય, તેમણે શ્રાવકનાં ઘર ન જોયાં હોય, તો ખૂબ હોંશથી તેઓ એમને ઘરે ઘરે લઈ જતા.
પાંચ કે છ વર્ષની ઉમરે તેઓ નિશાળે બેઠા. એ વખતે આંકને “રામ” કહેતા. બા ને બાપુજી વાળુપાણી કરી લીધા પછી રાત્રે પરવારે, ત્યારે નરોત્તમ એમની પાસે બેસે, ને એમના પગ દબાવે. પછી બા એમને પાસે બેસાડીને “રામ”ના મપાઠ લેવરાવે. એકથી માંડીને સો સુધીના તથા સવાયા, અઢિયા, દોઢા વગેરે “રામ” જ બોલી જવાના. પછી સૂતાં પહેલાં બા જૂના દુહા-છંદ શીખવે ને એ બહાને સારી સારી વાતોય કહેઃ
ભણે ગણે એ વેપારી, ના ભણે એ ઠોબારી; ભણે ગણે એ નામું લખે, ના ભણે એ દીવ ધરે.”
નરોત્તમના કુમળા માનસ પર આ બધાની છાપ ઘેરી પડી હતી, એમ તેઓ છેલ્લાં વર્ષોમાં કહેતા.
પ્રાથમિક ભણતર પછી તેમને અંગ્રેજી નિશાળમાં દાખલ કરવામાં આવ્યા. એ સાથે જ ધાર્મિક ભણતર માટે પાઠશાળાએ પણ જતા થયા. પાઠશાળાના માસ્તર જસરાજભાઈ હતા. એ ધાર્મિક ભણાવતા.
ગ્રહણશક્તિ ને યાદશક્તિ પહેલેથી જ તીવ્ર, એટલે ભણવામાં સારી પ્રગતિ કરવા માંડયા. અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણ્યા. અંગ્રેજી ગદ્ય ફકરાઓ અને કવિતાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org