________________
[૪]
આ વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ નિત્ય સવારે આબાલવૃદ્ધ લોકથી ઊભરાતાં ધર્મસ્થાને બોટાદની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે.
ફરતી નાની નાની ટેકરીઓની વચાળે, નદી કાંઠે, વસેલા બટાદ ગામ સાથે, જળમાછલીના સંબંધે, જેડાયેલી આ વિશિષ્ટતાઓ છે.
આવું બોટાદ ગુજરાતના સાહિત્યક્ષેત્રે કવિ બોટાદકરથી પ્રતિષ્ઠા પામ્યું છે અને એમાં પાકેલા પનોતા સાધુપુરુષોએ એને ધર્મક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.
આ સાધુપુરુષેમાંના એક હતા જેન આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ.
દેખીતી રીતે જૈન ધર્મક્ષેત્રે, અને, ખરા સ્વરૂપે જોઈએ તો, જેનેતર ધર્મ-સંપ્રદાય, સાહિત્ય અને એવાં વિવિધ ક્ષેત્રોમાં તેઓ પોતાની આગવી પ્રતિભા વડે પ્રતિષ્ઠા પામ્યા હતા અને એ રીતે તેમણે બોટાદને પણ ઉજજવલ પ્રતિષ્ઠા અપાવી હતી.
બોટાદનું એક વણિક કુટુંબ આ સાધુપુરુષના જન્મ પાવન બન્યું હતું. બેટાદની વણિક કેમમાં એક સિંહપુરુષ રહેતા હતા. નામે શા. હેમચંદ શામજી, નાતે દશા શ્રીમાળી, ધમે જૈન.
બોટાદમાં એ સાવઝ તરીકે ઓળખાતા. સાવઝ જે ખડ ખાય તો હેમચંદભાઈ પ્રામાણિકતા છેડે; સાવઝ જે પીછેહઠ કરે તો હેમચંદભાઈ પોતાની ટેકથી પાછા હઠેઃ આવી એમની શાખ હતી.
એ રૂના વ્યાપારી હતા, પણ મસમ પ્રમાણે બીજા ધંધાય કરતા. સંતોષનો ને નિરાંતને એ જમાનો હતો. પોતે પૂરતું કમાતા-રળી લેતા એટલે એમને બીજી કશી હાયવોય કે ઉપાધિ ન હતી. - વ્યાપારની જેમ એમને સંસાર પણ સા–નરો હતો. એમનાં ધર્મપત્નીનું નામ સૌ. જમનાબહેન. જમના નદીમાં પાણીને અખંડ પ્રવાહ વહે એમ એમના જીવનમાં સાદાઈ, સેવા ને સંતોષ જેવાં આદર્શ ગુણોનો ઝરો સતત વહ્યા કરતો.
સંસારજીવનના મધુરાં ફળ જેવાં એમને ત્રણ પુત્રો હતા: મોટા સુખલાલ, વચેટ હરગોવિંદ ને નાના નત્તમ.
નાના નત્તમ એ જ આપણા ચરિત્રનાયક. વિ. સં. ૧૫૫ની દેવઊઠી અગ્યારશે એમનો જન્મ થયો હતો.
જે પર્વદિને યમુનાના લાલ, પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દરિયામાં જાગ્યા, એ જ પુણ્ય દિવસે બોટાદમાં માતા જમુનાના લાલ “નત્તમ”ને જન્મ થયે.
આ પણ વિધિને કેવો સુંદર સંકેત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org