________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩] સાચી શાસનપ્રભાવકતા આજે દોહ્યલી બની છે, ત્યારે એ પૂજ્ય પુરુષના જીવનની ક્ષણક્ષણમાં અને તન-મનના કણકણમાં પરિણત થયેલી જિનશાસન પ્રત્યેની સૂઝ અને દાઝને વાસ્તવિક પરિચય પામવે, એ સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન બની રહેશે.
જન્મભૂમિ બોટાદ કેટલીક વ્યક્તિઓ પોતાના વતનથી વિખ્યાત બને છે. કેટલાક માણસની પ્રસિદ્ધિનું કારણ એમનું કુટુંબ હોય છે. આથી ઊલટુ, કેટલાંક વતન એમાં પેદા થનાર વ્યક્તિઓ વડે મશહૂર બને છે.
અને, કેટલાક માણસે પોતાના કુટુંબને પ્રસિદ્ધિના શિખરે લઈ જવામાં નિમિત્ત બને છે.
કશી જ ઐતિહાસિક વિશિષ્ટતા વિનાનું, છતાં પોતાની આગવી વિશિષ્ટતાઓથી એપતું બોટાદ શહેર આવાં કેટલાંક વતનોમાંનું એક છે.
ઈતિહાસ નોંધ લે, એ કઈ બનાવ ત્યાં બન્યો નથી. ઐતિહાસિક ગણાય, એવું કઈ સ્થાન ત્યાં નથી. અને છતાં, એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે, એનું સ્વતંત્ર ખમીર છે.
બંદૂકધારી બહારવટિયાઓને ધોકેણાંથી હંફાવીને હાંકી કાઢનાર સ્ત્રીઓ બોટાદમાં પાકી છે.
શું વૃદ્ધ ને શું બાળક, શું સ્ત્રી કે શું પુરુષ, જે જાય તેને એક જ ભાવે, પૂરી પ્રામાણિકતાથી માલ વેચનાર વેપારીઓ આ બોટાદમાં થયા છે.
ભારતના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની બાનીને રાષ્ટ્રીયતાનાં પાણી પાઈને ઉછેરવામાં બટાદનો ફાળે જે તે નથી.
ગુજરાતી કવિતાભવના સમર્થ સ્વામી કવિ બોટાદકરની જનમભોમ પણ આ જ બોટાદ છે.
ધર્મની અને નીતિની ભાવનાને જીવનમાં વણી જાણનાર ભદ્ર જનસમૂહ બેટાદનું જીવંત વ્યક્તિત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org