________________
૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તેથી તેવા પ્રકારના મને જોઈને અત્યંત નમતમાં તત્પર સામંત મહત્તમ આદિ થયા. પિતા પણ પ્રણામ સહિત મને બોલાવતા હતા. માતા પણ સ્વામીની જેમ મને વિજ્ઞાત કરતી હતી. તેથી હદયના અવલેપતના પ્રભાવમાં મને વિશ્વાસ થયો. શૈલરાજમાં પરમબંધુ બુદ્ધિ સ્થિરતા પ્રાપ્ત થઈ. ભાવાર્થ -
અનુસુંદર ચક્રવર્તીનો જીવ નંદીવર્ધનના ભવ પછી અનંતકાળ દુર્ગતિઓમાં ભટકીને આભીરનો જીવ થાય છે. આભીરના ભવમાં કંઈક ભદ્રક પ્રકૃતિ થઈ. તેથી દાનધર્મ કરીને પુણ્ય અર્જન કર્યું તોપણ વિપર્યાસ બુદ્ધિ સહેજ પણ મંદ થઈ નહીં તેથી ગાઢ વિપર્યાય બુદ્ધિથી યુક્ત દાનધર્મના કારણે વિપર્યાય આપાદક મિથ્યાત્વથી યુક્ત પુણ્યપ્રકૃતિને કારણે રાજ કુળમાં જન્મે છે. વળી પુણ્યનો ઉદય સહવર્તી છે તેથી સુંદર દેહ આદિથી યુક્ત મનુષ્યભવ મળે તોપણ નંદીવર્ધનના કાળમાં જે અવિવેકિતા તેનામાં હતી તે જ અવિવેકિતા નામની ધાત્રી અન્ય ભવોમાં પ્રચ્છન્ન થયેલી તે ફરી રિપુદારણ ભવમાં અભિવ્યક્ત થાય છે. અને રિપુદારણના જન્મકાળમાં જ તેનામાં રહેલી અવિવેકિતાની પરિણતિને કારણે અને દ્વેષગજેન્દ્રના સંબંધને કારણે થયેલો દુષ્ટ પુત્ર પ્રગટ થાય છે જે માનના પરિણામ રૂપ છે.
આનાથી એ ફલિત થાય કે આત્મામાં રહેલી અવિવેકિતા અને દ્વેષનો પરિણામ તે બેનો યોગ થવાથી જીવમાં જેમ ક્રોધનો પરિણામ થાય છે તેમ કોઈક જીવમાં માનનો પરિણામ પ્રગટ થાય છે. આથી જ નંદીવર્ધનના ભવમાં અવિવેકિતા અને દ્વેષના પરિણામના કારણે જ પ્રધાનરૂપે ક્રોધનો પરિણામ હતો છતાં કંઈક માનનો પરિણામ હતો જ. પરંતુ તે ભવમાં પ્રધાન ક્રોધનો પરિણામ હતો. અને આનુષગિક માનનો પરિણામ થતો હતો.
રિપુદારણના ભવમાં અવિવેકિતા અને દ્વેષના પરિણામના સંયોગથી માનનો પરિણામ મુખ્ય થાય છે, ક્રોધનો પરિણામ પણ તત્સહવર્તી હોય જ છે, આથી જ લેશ માન ન મળે તો ક્રોધ ભભૂકે છે તો પણ પ્રસ્તુત ભવમાં પ્રધાનરૂપે માન અતિશય છે જેનાથી જ સર્વ અનર્થોની પ્રાપ્તિ રિપુદારણને થશે; કેમ કે કોઈપણ કષાય અતિશય હોય ત્યારે તે ક્લિષ્ટ ભાવોને ઉત્પન્ન કરે છે અને માનકષાયના આઠ પ્રકારના પરિણામો છે તેથી તે આઠ મુખવાળો છે તેમ કહેલ છે. વળી જીવમાં રહેલી અવિવેકિતાને તે માનકષાય અત્યંત પ્રીતિકર હોય છે તેથી અવિવેકિતા નામની તેની માતાને પોતાના પુત્રનાં આઠ મુખો જોઈને હર્ષ થાય છે. અને માનકષાય પર્વત જેવો અક્કડ હોય છે તેથી તેનું નામ શૈલરાજ પાડ્યું. અને પુત્રને અતિમાનવાળો જોઈને માતા-પિતા તેનું ચિત્ત ઘવાય નહીં, તે રીતે જે સર્વ વર્તન કરે છે તે પરમાર્થથી રિપુદારણનો પુણ્યનો ઉદય છે. તેને કારણે સર્વે અનુકૂળ વર્તે છે, છતાં રિપુદારણને તીવ્ર વિપર્યા હોવાને કારણે માનકષાયનું તે ફળ છે તેમ દેખાય છે.
વળી જ્યારે જ્યારે તે માનકષાય વિપાકરૂપે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તે માનથી સર્વને તુચ્છ ગણે છે અને જ્યારે એવો પ્રસંગ નથી ત્યારે તે જીવ માનની પ્રકૃતિને કારણે જે વિચારો કરે છે તે શૈલરાજ સાથેનો જલ્પ=વિદ્યા વિષયક પરીક્ષા, છે, તેથી પોતાના માનકષાયથી જ પોતાને સર્વસુખ થાય છે તેવા