________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ સાપે કહ્યું: “હે નળ! પૂર્વભવના સંસ્કારથી હું તારું નામ જાણું છું અને માનવવાણી બોલું છું પણ એ બધી વાતો પછી કરીશ. તમે મને પહેલાં આ આગમાંથી બચાવી લો.”
નળ તુરત જ ઝાડ પાસે ગયો અને આગની જ્વાળામાંથી સાપને પોતાના હાથથી પકડીને બહાર ખેંચી કાઢ્યો. આગમાંથી બહાર આવતાં જ સાપે નળને જોરથી ડંખ માર્યો. નળ ચીસ પાડી ઊઠ્યો. થોડીવારે તેણે આંખ ખોલીને જોયું તો પોતાનું અસલી રૂપ અદૃશ્ય થઈ ગયું હતું અને તે કૂબડો બની ગયો હતો. એક તો સાપના ઝંખની વેદના અને તેમાં આવું કૂબડાનું કુરૂપ. નળ આથી ભેંકાર રડવા લાગ્યો. ત્યારે સાપે કહ્યું :
હે નળ ! તું રડ નહિ. શાંત થા. હું સાપ નથી. હું તારા પૂર્વભવનો પિતા છું. માયા કરીને મેં તને તારા જ હિત માટે છેતર્યો છે. તારા પરના રાગના લીધે હું બ્રહ્મદેવલોકમાંથી આવ્યો છું. હે વત્સ! હજી તારે ભરતાઈનું રાજ્ય ભોગવવાનું છે. તું આ શ્રીફળ અને કરંડિયો તારી પાસે રાખ. શ્રીફળમાંથી વસ્ત્રો કાઢીને અને કરંડિયામાંથી અલંકારો કાઢીને પહેરીશ એટલે તને તારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે.” આમ કહીને નળની વિનંતીથી તેને સુસુમારપુરી નગરી પાસે મૂકીને એ દેવતા અદશ્ય થઈ ગયો.
નળ સુસુમારપુરીમાં પગ મૂક્યો ત્યારે ત્યાં ચોતરફ હાહાકાર મચ્યો હતો. એક હાથી મદમાં ગાંડોતૂર બન્યો હતો અને તેની અડફેટમાં આવતા દરેકને તે કચડી નાંખતો હતો. નળે એ હાથીને સામેથી ધસમસતો આવતો જોયો અને તેણે પોતાના બુદ્ધિ કૌશલ્યથી એ હાથીને વશ કરી લઈને એક સ્થાને બાંધી દીધો. ત્યાર પછી એ નગરીના રાજા દધિપર્ણ પાસે ગયો. તેનો ઉચિત વિનય કર્યો અને વિનંતી કરી : “હે કૃપાળુ રાજન્ ! હું નળરાજાનો રસોઇયો છું. નળરાજા જુગારમાં સર્વસ્વ હારી જતાં તે પોતાની રાણીને લઈને ક્યાંક ચાલ્યા ગયા છે. આથી હું આપની પાસે કામની અપેક્ષાએ આવ્યો છું. હું સૂર્યપાક રસોઈ જાણું છું. તો આપ મને આપની સેવામાં રાખી લો.” દધિપર્ણ રાજાએ તુરત જ કૂબડા નળને પોતાને ત્યાં રાખી લીધો.
એક દિવસ આ કૂબડો રાજાના બાગમાં ફરી રહ્યો હતો. ત્યાં એક બ્રાહ્મણે તેને બે શ્લોક સંભળાવ્યા :
अनार्याणामलज्जानां, दुर्बुद्धिनां हतात्मनाम् ।
છાં મળે નાચેવ, ય: સુપ્તામત્યપ્રિયામ્ विश्वासस्य वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनी वने ।
त्यक्तुंकामोपि जातः किं, तत्रैव हि न भस्मसात् ॥२॥ ભાવાર્થ :- “જે નળરાજાની જેમ સૂતેલી પત્નીનો ત્યાગ કરે છે તે માણસને અનાર્ય પુરુષોમાં નિર્લજ્જતામાં, દુબુદ્ધિમાં અને આત્મબમાં પ્રથમ રેખા સમાન જાણવો. સ્નેહવાળી