Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ त्यागिनोऽनवगततत्त्वमार्गाः परलोक एव कल्याणार्थिनस्तापसादय इति, 'मोक्षायैव तु' मोक्षः-अशेषकर्मवियोगलक्षणः तदर्थं मोक्षाय, एवकारोऽवधारणे, विवेकान्मोक्षायैव, न संसारार्थं, तुर्विशेषणार्थः, यथोचितक्रियया भावसारं, घटते, उत्तरोत्तरगुणप्राप्तये अनिदानं चेष्टत इत्यर्थः, एतेन प्रवर्तत इति क्रियानिवृत्तेः प्रयोजनमुक्तं वेदितव्यं, 'विशिष्टमतिरि'ति हेयोपादेयपरिज्ञानाच्चतुर्थ्यः पुरुषेभ्यो विशिष्टा-शोभना मतिरस्येति विशिष्टमतिः, उत्तमः-प्रधानः पुरुषः, पुरुष इत्यनुवर्तमाननरव्यवच्छेदार्थं, अयमेव पुरुषवेदादिपुण्यसम्भारवान् पुरुषो नेतर इति, उदाहरणं चात्र गृहाश्रमत्यागिनः सुविज्ञाततत्त्वमार्गा अपेतभवरागा मोक्षार्थिनो यतिश्रावका (यतयः श्रावकाश्च) ત III
ટીકાર્થ– “રત્નોવેચાદ્રિ પરલોક એટલે અન્ય જન્મ. તેમાં હિત એટલે પરલોકહિત. તેના માટે એટલે પરલોકના હિત માટે. પવ કાર અવધારણ માટે છે. આ લોકથી( આ લોકના સુખથી) નિરપેક્ષ બનીને પરલોકના હિત માટે જ પ્રયત્ન કરે છે.
પ્રશ્ન- સમરમતે એ પ્રમાણે ક્રિયાપદ ઉપરથી ચાલ્યું આવતું હોવા છતાં અહીં પ્રવર્તત એમ અન્ય ક્રિયાનું કથન શા માટે કરવામાં આવ્યું છે?
ઉત્તર– અતિશયથી પ્રવર્તે છે એમ વિશેષતા જણાવવા માટે અન્ય ક્રિયાનું કથન છે. “મધ્યમ” તિ, કંઈક વિચાર કરનાર હોવાથી, મધ્યમ બુદ્ધિવાળો હોવાથી મધ્યમ કહેવાય છે. નર: એ પ્રમાણે ઉપરથી ચાલ્યું આવે છે. સદા(=સર્વકાળ). સર્વકાળ એટલે પ્રાણ હોય ત્યાં સુધી અનુષ્ઠાનરૂપ ક્રિયાઓમાં પ્રવર્તે છે. ગૃહાશ્રમનો ત્યાગ કરીને જેમણે તત્ત્વનો માર્ગ જાણ્યો નથી એવા અને પરલોકમાં જ કલ્યાણના અર્થી એવા તાપસો વગેરે અહીં ઉદાહરણરૂપ છે.
“ોક્ષાવૈવ તુ સઘળા કર્મના વિયોગરૂપ મોક્ષ માટે. વિકાર અવધારણમાં છે. વિવેકથી મોક્ષ માટે જ, સંસાર માટે નહિ. તુ અવ્યય વિશેષ કહેવા માટે છે. તે આ પ્રમાણે- ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ માટે