Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રધાનતાવાળા, આ લોકમાં થનારા અનર્થોનો ત્યાગ કરનારા અને પરલોકથી નિરપેક્ષ એવા પામર પુરુષો ઉદાહરણ રૂપ છે.
“વિમધ્યમસ્તુભયતાf” વિમધ્યમ એટલે જેણે મધ્યમ અવસ્થાને પ્રાપ્ત નથી કરી તેવો પુરુષ. તુ અવ્યય વિશેષણ માટે છે. વિમધ્યમ પુરુષ સંસારાભિનંદી જ હોય છે(=સંસારસુખમાં જ આનંદ માનનારો હોય છે.) ઉભયમાં (ઉભયલોકમાં) ફળ તે ઉભયલોકફળ. ઉભયફળ જેનું પ્રયોજન છે તે ઉભય પ્રયોજન. ફલાર્થ કાર્યને આરંભે છે એમ ઉપરથી ચાલ્યું આવે છે. અહીં વિષયોમાં આસક્ત અને પરલોકમાં પણ વિષયવિશેષના અર્થી અને (તેથી) દાનાદિ ક્રિયાઓમાં પ્રવર્તેલા પામરજનો જ ઉદાહરણ રૂપ છે. આ પ્રમાણે આ ત્રણ પુરુષો પણ સંસારબીજના ઉપચયના કારણ હોવાથી સામાન્યથી અકુશલ અનુબંધમાં પ્રયત્ન કરે છે. (કા. ૪)
30
इदानीं यः कुशलाकुशलानुबन्धं कुशलानुबन्धं च प्रति प्रयतते तान् अभिधातुमाह
હવે જે કુશલ-અકુશલાનુબંધ અને કુશલાનુબંધમાં પ્રયત્ન કરે છે તેમને કહેવા માટે ગ્રંથકાર કહે છે—
परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥५॥
શ્લોકાર્થ– મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્રિયાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે.
टीका- 'परलोके 'त्यादि परलोको - जन्मान्तरं तस्मिन् हितं परलोकहितं तदर्थं परलोकहिताय, एवोऽवधारणार्थो, इहलोकनिरपेक्षं परलोकहितायैव प्रवर्त्तते प्रयतते, समारभत इति क्रियानुवृत्तावपि प्रवर्त्तत इति क्रियान्तराभिधानमतिशयेन प्रवर्त्तत इति वैशिष्ट्यख्यापनार्थं, 'मध्यम' इति मनागालोचकत्वान्मध्यमबुद्धित्वान्मध्यमो नर इति वर्त्तते, क्रियासुअनुष्ठानरूपासु 'सदा' सर्वकालमाप्राणोपरमादिति, उदाहरणं चात्र गृहाश्रम
-
"