Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
28
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સ્વભાવવાળા દોષો હોય ત્યારે પરમાર્થનો લાભ ન થયે છતે શું કરવું જોઇએ એ કહે છે–
શતાનુવશ્વમેવેતિ કુશલ એટલે શુભસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું પુણ્ય. તેનો અનુબંધ કરે છે અથવા તેમાં(=કુશલમાં) અનુબંધ છે જેનો તે કુશલાનુબંધ, અર્થાત્ કુશલના પ્રયોજનવાળું. વિકાર અવધારણ અર્થમાં છે. કુશલાનુબંધ જ કર્મ કરવું જોઇએ. અકુશલાનુબંધ કર્મન કરવું જોઇએ. “ચાનવદ્ય યથા” જે પ્રમાણે અનવદ્ય કર્મ થાય તે પ્રમાણે કરવું જોઇએ. ઔચિત્યથી ગુણના સ્વીકારથી અને સૂક્ષ્મ-બાદર નિદાનના ત્યાગથી જે પ્રમાણે ઉક્તલક્ષણ કર્મ પાપરહિત થાય અથવા તેનું (=અનવદ્ય કર્મનું) કારણ થાય તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. પ્રશ્ન– શું કોઈ બીજી રીતે પણ પ્રયત્ન કરે છે ?
ઉત્તર– છ પ્રકારના પુરુષોના વિશેષ ભાવોથી બીજી રીતે પણ પ્રયત્ન કરે છે. અધમતમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ એમ છ પ્રકારના પુરુષો છે. આ છ પુરુષોમાં પ્રથમના ત્રણ પુરુષો અકુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. ચોથો પુરુષ કુશલ-અકુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. પાંચમો પુરુષ કુશલ અનુબંધ થાય તેવો પ્રયત્ન કરે છે. છઠ્ઠો પુરુષ નિરનુબંધકર્મ થાય તેવો પ્રયત્ન કરે છે. (કા.૩)
कर्माहितमिह चामूत्र, चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥
શ્લોકાર્થ- અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. (કા.૪)
टीका- तत्र अकुशलानुबन्धमभिधित्सुराह- 'कर्मे'त्यादि, कर्म उक्तलक्षणं 'अहितम्' अनिष्टफलदं, क्वेत्याह- 'इह चामुत्र च' इहलोके परलोके च, 'अधमतमो' जघन्यतमः 'नरः' तन्नामगोत्रकर्मोदयमात्रेण