Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
26
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ કર્મલેશો. આ રાગાદિ ભાવો ઇશ્વરાદિના નિમિત્તવાળા નથી એવો તાત્પર્યાર્થ છે. કર્મક્લેશોથી અનુબદ્ધ એટલે અવિચ્છિન્ન અથવા વીંટળાયેલા. તે આ પ્રમાણે- જન્મ થયે છતે કાયા, વચન અને મન નિમિત્તે કર્મબંધ થાય છે. કર્મના ઉદયથી રાગાદિ લેશો થાય છે. રાગાદિ ક્લેશોથી ફરી જન્મ થાય છે. આ પ્રમાણે અવિચ્છિન્નપણે થયા કરે છે. વારંવાર કર્મક્લેશો થવાથી વારંવાર કર્મક્લેશોથી વીંટળાવવાનું થાય છે.
“મન” રૂતિ, અહીં મનુષ્ય જન્મ પ્રસ્તુત હોવાથી અને કર્મલ્લેશાભાવનું સાધન હોવાથી સ્મિન વિભક્તિથી તે જ મનુષ્યજન્મને કહે છે- મનુષ્ય જન્મ કર્મક્લેશોથી વીંટળાયેલું પ્રત્યક્ષ જ દેખાય છે. “તથા પ્રતિતવ્ય” તિ, તથા એટલે દર્શનાદિ ત્રણનો જે લાભ થયો છે તે લાભનું અનુકંપા વગેરે અને ગુરુકુલઉપાસના વગેરે પ્રવચનમાં કહેલ ઉપાયોથી પાલન કરવા દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રમાણે શું? એમ કહે છે- “ર્મત્તેશમાવો યથા મવતિ” રૂત્યાદિ, કર્મક્સેશો પૂર્વે કહ્યા છે. તેમનો અભાવ એટલે તેમનો ક્ષય અથવા તેમનાથી વિયોગ જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. તે(=કર્મલ્લેશાભાવ) સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થયે છતે પ્રવચન ઉક્ત અનુકંપા વગેરે હેતુઓથી તથા ગુરુકુલની ઉપાસના દ્વારા અધ્યયન, નિરતિચાર ચારિત્ર(પાલન) અને ભાવના વગેરેથી થાય છે. “N: પરમાર્થ ” રૂતિ, આ પરમાર્થ છે. હવે કહેવાશે તે વિસ્તારનું પણ સંક્ષેપથી અવધારણ કરીને કહે છે- આ પરમાર્થ છે, અર્થાત્ આ શાસ્ત્રનું આ રહસ્ય છે. અથવા “N:” એટલે કર્મક્લેશનો અભાવ. પરમાર્થ છે=ઉત્કૃષ્ટ અર્થ છે. અર્થ એટલે સર્વ ઉપદ્રવથી રહિત આત્યંતિક સ્વાથ્થભાવથી આ મુખ્ય પ્રયોજન છે, અર્થાત્ મોક્ષ મુખ્ય પ્રયોજન છે. (કા.૨) एकभवेनैतदभावे यत्कार्यं तदभिधातुमाह
એક ભવથી કર્મક્લેશનો અભાવ ન થાય તો જે કરવું જોઇએ તેને જણાવવા માટે કહે છે