________________
ખેડા. ખેડાવાન, તા. ૨૬ સપ્ટેમ્બર સને ૧૯૨૮ તાજિક સારસંગ્રહ રચનાર જેશી વૃંદાવન માણેકલાલ ભટ્ટ. કાળુપૂર નવા દરવાજા, કંસારાવાડ-અમદાવાદ. કીસ્મત બે રૂપિઆ.
જ્યોતિ શાસ્ત્ર સંબંધી આ સુંદર ગ્રંથ અમોને અભિપ્રાય અર્થ મલ્ય છે. તે અમો સાભાર સ્વિકારીએ છીએ. આર્ય ગ્રંથ સમૃદ્ધિમાં જયોતિષને વિષય સર્વોચ્ચ લેખાય છે. સૃષ્ટિકર્તા બ્રહ્માએ જગચ્ચક્ષુ અને જ્યોતિષશાસ્ત્રના આદ્ય પ્રવર્તક સૂર્યનારાયણ દ્વારા આ શાસ્ત્રને સંસારમાં પ્રવૃત્ત કર્યું છે. તેથી તેને વેદના નેત્રસ્થાનનું અનુપમપદ પ્રાપ્ત ગયું છે. આકાશમાં રહેલા ગ્રહ નક્ષત્રાદિકની ગતિવડે મય જ્ઞાન નિયત કરવા પરત્વે પૂર્વે આદિત્યાચાર્ય અને ગર્નાદિ મહર્ષિઓએ આ વિષય સંબંધી ગણું વ્ર રચ્યા છે આખુ
જ્યોતિશાસ્ત્ર સિદ્ધાંત, સંહિતા અને હેરા આ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. સિદ્ધાંતમાં ગણિત પ્રાધાન્ય છે, સંહિતામાં મુહૂર્ત પ્રાધાન્ય છે અને હેરામાં જાતક અને તાજક પ્રાધાન્ય છે. જાતકમાં જન્મપત્રિકાનું ગણિત અને ફલાદેશ છે અને તાજકમાં વર્ષ પત્રિકાનું ગણિત અને ફળાદેશ છે. તાજિકશાસ્ત્રના આદ્યપ્રવર્તક યવનાચાર્ય છે. મધ્યકાળમાં ભાસ્કરાચાર્યું સિદ્ધાંત શિરોમણિ,ગણેશદૈવસે ગ્રહલાઘવ અને કેશવાચાર્યો જાતક પદ્ધતિની રચના મૂળ સમૃદ્ધિમાંથી સાર ખેંચીને કરી છે. તે જ પ્રમાણે વર્તમાન કાળમાં હાથ લાગતાં તાજિક ગ્રંથમાંથી અનુભવસિદ્ધ તારણ ખેંચીને આ ગ્રંથની રચના કરવામાં ગ્રહસ્થ શ્રીગોડ જ્ઞાનિરત્ન શ્રીયુત જોશી વૃંદાવનભાઈ સપૂર્ણ ફત્તેહ પામ્યા છે. એમ વિષય વ્યવસ્થા ઉપરથી જોઈ શકાય છે. ગણિતાધ્યાય, ભાવાધ્યાય અને ફળાહાય એમ નિરનિરાળા ત્રણ અધ્યાયથી મૂળ કેને શુદ્ધ ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. તેમજ ગણિત વિભાગને સરળ કરવા માટે અનેક કેષ્ટિકો તથા ઉદાહરણ આપવામાં આવેલા છે. તેથી દરેક તિઃશાસ્ત્રના પિપાસુઓને આ ગ્રંથ અગત્યની ગરજ સારે તેવો થઈ પડ્યું છે. આ ગ્રંથે ઈતર નાના મોટા
જ્યોતિષના પ્રગટેલા ગ્રંથોના સમૂહમાં પિતાનું અગ્રગણ્ય ગૌરવ સાચવી જાણ્યું છે. વર્ષ જનિત શુભાશુભ ફળથી ઉપજતાં પરિણામો સમજવા દરેક સદ્દગૃહસ્થાએ આ ગ્રંથને એક વખત ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. એમ અમારી ખાસ ભલામણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com