________________
તાજિકસારસંગ્રહ.
ક
ver
,
w
૮ રહ્યા તે મેષ રાશિથી આરંભીને ગણતાં વૃશ્ચિક રાશિ થઈ તેનો સ્વામી મંગળ સૂર્યને દશાંશપતિ થયા.
અગીઆરમ વર્ગ:–એકાદશાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૧૧ થી ગણ્યા તે ૩૮૨૨-૩૫-૪૧ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૧૨૭ આવ્યું તેમાં ઉમેર્યું તે ૧૨૮ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તો શેષ ૮ રહ્યા તે મેષ રાશિથી આરંભીને ગણતા વૃશ્ચિક રાશિ થઈ તેને સ્વામી મંગળ સૂર્યનો એકાદશાંશપતિ થયો. - બારમો વર્ગ-દ્વાદશાંશ. સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તે આઠમા દ્વાદશાંશમાં આવ્યો માટે મીન રાશિથી ગણતાં આઠમી રાશિ તુળા આવી તેનો સ્વામી શુક્ર સૂર્યનો દ્વાદશાંશપતિ થયે, આ પ્રમાણે ચંદ્રાદિ ગ્રહોનું ગૃહથી આરંભીને દ્વાદશાંશ સુધીનું ઉદાહરણ નીચે દ્વાદશવર્ગો ચક્રમાં કરેલું છે તે વિચારી જોવું. છે દ્વાદશવગી સહેલા પ્રકારથી કરવાને દ્વાદશવગીની સારિણી
પૃષ્ટ ૩૮ થી શરૂ થાય છે.
द्वादशवर्गीफलमाह. . एवं द्वादशवर्गीस्यात् ग्रहाणां बलसिद्धये ॥
स्वोचमित्रशुभाः श्रेष्ठा नीचारिक्रूरतोऽशुभाः ॥ ५८ ॥
અર્થ:–આ પ્રમાણે ગ્રહોના બળની સિદ્ધિના અર્થે દ્વાદશવગી કહેલી છે, જે ગ્રહની દ્વાદશવગી કરીએ તે ગ્રહ પિતાની રાશિને, મિત્રની રાશિને, ઉચ્ચની રાશિને અથવા શુભ ગ્રહની રાશિને હિય તે તે શુભ ફળને આપે છે. તેજ ગ્રહ જે નીચની શશિને, શની રાશિને અથવા પાપ ગ્રહની રાશિને હોય તો તે અશુભ ફળ આપે છે. ૫૮ एवं ग्रहाणां शुभपापवर्ग पंक्तिद्वयं वीक्ष्य शुभादिकत्वे ॥ दशाफलं भावफलं च वाच्यं शुभंवनिष्टंखशुभाधिकत्वे ॥५९॥
અર્થ-આ પ્રમાણે ગ્રહોની દ્વાદશવગી સ્થાપન કરીને શુભ ગ્રહની પંક્તિ (ઐકય) તથા પાપ ગ્રહની પંકિત (ઐક્ય) ને જુદા સ્થાપન કરી તેમાં શુભ ગ્રહની પંક્તિ અધિક હોય તે તેની દશાનું ફળ તથા ભાવનું ફળ સારૂં જાણવું. તથા પાપ ગ્રહની પંક્તિ અધિક હોય તો તેની દશાનું ફળ તથા ભાવનું ફળ અશુભ જાણવું. ૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com