________________
ફળાધ્યાય ૩ જે.
૧૫૫.
છે. આજ પ્રમાણે માતૃપિતૃસહમમાં પણ વિચાર કર. તથા આ સહમમાં દગ્ધ પાપ ગ્રહ હોય અને તે મુંથાથી ચોથા સ્થાનમાં પડેલો હોય તે માતાપિતાને નાશ કરે છે. તથા માતૃપિતૃ સહમને સ્વામી બળ રહિત અથવા પાપાકાન્ત અને અસ્તગત હોય તો આજ ફળ આપે છે. સુખસ્થાનનો સ્વામી અને પૂર્વોક્ત સહમોના સ્વામીઓ બળવાન હોય તો માતા પિતાને શુભ ફળ આપે છે.
जन्मन्यंबुगृहं यच्च तत्पतिस्तत्पदोपगौ।। सन्यारौ क्लेशदौ पित्रोन चेत्सौम्यनिरीक्षितौ ॥१३३ ।। અર્થ:–જન્મકાળમાં ચોથાભાવ અને ચોથાભવના સ્વામીની આશ્રિત રાશિઓમાં શનિ અને મંગળ પડેલા હોય અને તેના ઉપર શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય તો માતા અને પિતાને કલેશ આપે છે. ૧૩૩ मातुः पितुश्च सहमे तनुपेत्थशाले तुफैपिचेत्यमवगच्छ सुखानि पित्रोः॥ चेदष्टमाधिपतिना कृतमित्थशालं पित्रोविपद्भयमनिष्टकृतेसराफे।।१३४॥
અર્થ:--માતૃપિતૃસહમની સાથે વર્ષલગ્નના સ્વામીને ઈOશાલ લેગ થાય તો માતા પિતાનું સુખ જાણવું. આજ પ્રમાણે ચોથાભાવ સાથે વર્ષલગ્નના સ્વામીનો ઈન્થશાલ વેગ થાય તો પણ માતા પિતાનું સુખ જાણવું. માતૃપિતૃસહમ અથવા ચોથાભાવસાથે વર્ષલગ્નથી આઠમા સ્થાનનો સ્વામીને ઈન્થશાલ વેગ હોય અથવા અશુભ ફળદાતા ગ્રહથી ઈસરાગ હોય તો માતા પિતાને વિપત્તિ તથા ભય જાણવું. ૧૩૪
सुतभावविचारः पुत्रायगो वर्षपतिगुरुश्चेत्सूर्यारसौम्योशनसोऽथ वेत्थम् ॥ सत्पुत्रसौख्याय खलादितास्ते दुःखप्रदाः पुत्रत एव चिंत्याः॥१३॥
અર્થ:–વર્ષેશ ગુરૂં પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં હોય અથવા સૂર્ય, મંગળ, બુધ અને શુકમાંથી કોઈ પણ વર્ષશ . થઈ ને પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં હોય તે સારા પુત્રથી સુખ મળે છે. પરંતુ આ ગ્રહો પૂર્વોક્ત પ્રકારે થઈને પાપ
ગ્રહપીડિત હોય તો પુત્રથી દુઃખ આપનારા જાણવા. ૧૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com