________________
ફળાધ્યાય ૩ જો.
૧૭૩
लाभभावविचारः अब्दपेज्ञेयंगे लाभो वाणिज्याच्छुभदृग्युते ।। सेंथिहेस्मिल्लग्नगते लाभः पठनलेखनात् ॥ २०१॥ અર્થ –વર્ષશ બુધ ધનસ્થાનમાં શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હેય તે વેપાર રોજગારથી લાભ કરે છે. તથા આ વર્ષેશ બુધ શુભ ગ્રહોથી યુક્ત અથવા દુષ્ટ થઈને મુંથાસહિત વર્ષ લગ્નમાં રહેલો હોય તો ભણવાથી તથા લખવાથી લાભ કરે છે. ૨૦૧
अस्मिन्षष्ठाष्टांत्यगते सवरे नीचकर्मकृत् ॥
करेक्षणे न लाभो स्तंगते न लिखनादितः ॥२०२॥ અર્થ–આ પ્રમાણે વર્ષેશ બુધ છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં પાપગ્રહથી યુકત હોય તો નીચકર્મ કરનાર થાય છે. પાપગ્રહથી દષ્ટ હોય તે લાભને નાશ કરે છે. તથા અર્તગત હોય તા લખવા આદિના કામથી પણ લાભ ન હોય. ૨૦૨
जीवेऽब्दपे क्रूरहते लग्ने हानिर्भयं नृपात् ॥
अस्मिन्नधिकृते धुने व्यवहाराद्धनाप्तयः ॥ २०३ ॥ અર્થ –વર્ષેશ ગુરૂ પાપપીડિત થઈને લગ્નમાં રહેલું હોય તે રાજાથી ધનની હાનિ અને ભય કરે છે. તથા આ ગુરૂ પંચાધિકારીમાં અધિકારવાળે થઈને સાતમા સ્થાનમાં રહેલો હોય તે વ્યવહાર અર્થાત્ વેપાર રોજગારથી ધનની પ્રાપ્તિ કરે છે. ૨૦૩
लग्नायेत्यशाले स्याल्लामः स्वजनगौरवम् ॥
सर्वे लाभे च वित्ताप्त्यै सबला निर्बला न तु ।। २०४॥ અર્થ:–અગીઆરમા સ્થાનના સ્વામીને અને લગ્નના સ્વામીને પરસ્પર ઈત્થશાલગ થાય તે માટે લાભ અને પિતાના માણસોને વિષે પ્રતિષ્ઠા મળે છે. તથા સર્વ ગ્રહ બળવાન થઈને અગી આરમા સ્થાનમાં રહેલા હોય તો ધનની પ્રાપ્તિ કરે છે. બળરહિત હોય તે ધનની પ્રાપ્તિ કરતા નથી. ૨૦૫
सवीर्यो ज्ञः समुथहो लग्नेयं सहमे शुभाः ।। तदा निखातद्रव्यस्य लाभः पापदृशा न तु ॥ २०५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com