________________
ફળાધ્યાય ૩ જે.
૧૭૭
mun
અર્થ –બારમા સ્થાનમાં શુભ ગ્રહો હોય તો વિવાહાદિ શુભ કાર્યને વિષે શુભ ખર્ચ કરાવે છે તથા પાપગ્રહ હોય તો રાજા તથા ચોરાદિકથી અશુભ ખર્ચ કરાવે છે. ૨૧૫
यत्र भावे शुभफलो दुष्टो वा जन्मनि ग्रहः॥ वर्षे तद्भावगस्तादृक् तत्फलं यच्छति ध्रुवम् ॥ २१६ ॥
અર્થ:–જન્મળને વિષે જે ભાવમાં શુભ અથવા અશુભ ફળ આપનાર કોઈ ગ્રહ હોય તે ગ્રહ વર્ષ કાળને વિષે પણ તે ભાવને વિષે રહીને તેના જેવું જ નિશ્ચય ફળ આપે છે. ૨૧૬ येजन्मनि स्युः सबला विवीर्या वर्षे शुभं प्राक्चरमे त्वनिष्टम् ॥ दार्विलोमं विपरीततायां तुल्यं फलं स्यादुभयत्रसाम्ये ॥२१७ ॥
અર્થ:-જન્મકાળમાં જે ગ્રહ બળવાન હોય તે જ ગ્રહો વર્ષ કાળમાં નિર્બળ હોય તે તે ગ્રહે વર્ષપ્રવેશના પૂર્વાદ્ધમાં શુભ ફળ અને ઉત્તરાદ્ધમાં અશુભ ફળ આપે છે. અથવા જન્મકાળમાં જે ગ્રહ નિર્બળ હોય તેજ ગ્રહો વર્ષકાળમાં બળવાન હોય તો તે ગ્રહો વર્ષના પૂર્વાદ્ધમાં અશુભ ફળ તથા ઉત્તરાદ્ધમાં શુભ ફળ આપે છે. જન્મકાળ તથા વર્ષકાળ બન્નેમાં જે ગ્રહ બળવાન હોય તે ગ્રહો આખા વર્ષમાં શુભ ફળ આપે છે. તથા જન્મકાળ અને વર્ણકાળ બન્નેમાં જે ગ્રહો નિર્બળ હોય તે ગ્રહો આખા વર્ષમાં અશુભ ફળ આપે છે. આ પ્રમાણે ગ્રહોથી ઉત્પન્ન થયેલું ફળ તે તે ગ્રહોની દશા અંતર્દશામાં કહેવું જોઈએ. ૨૧૭
दशा रवेः पूर्णबलस्य लाभं गजाश्वहेमाम्बररत्नपूर्णम् ॥ मानोदयं भूमिपतेर्ददाति यशश्च देवद्विजपूजनादेः ॥ २१८ ।।
અર્થ:–પૂર્ણ બળી સૂર્યની દશા હોય તો હાથી, ઘોડા, સુવર્ણ વસ્ત્ર, અને રત્નાદિનો લાભ, રાજાથી માનનો ઉદય તથા દેવતા અને બ્રાહ્મણના પૂજનથી યશની પ્રાપ્તિ થાય છે. ૨૧૮ दशा रवेमध्यबलस्य पूर्वमिदं फलं मध्यममेव दत्ते ॥ ग्रामाधिकारव्यवसायधै यः कुलानुमानाच्च सुखादिलाभः ॥ २१९ ॥
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com