________________
૧૮૨
તાજિકસારસંગ્રહ.
दशागुरोरल्पवलस्य दत्ते रोगं दरिद्रत्वमथारिभीतिम् ।। कर्णामयं धर्मधनप्रणाशं वैराग्यमर्थ च गुणं न किंचित् ॥२४०॥
અર્થ:–અલ્પબળી ગુરૂની દશા હોય તો રેગ, દરિદ્રતા, શત્રુથી ભય, કાનમાં રોગ, ધર્મ અને ધનનો નાશ, ચિત્તમાં વૈરાગ્ય તથા ધન અને ગુણને કિંચિત પણ આપતી નથી. ૨૪૦ दशागुरोर्नष्टबलस्य पुंसां ददाति दुःखानि रुजं कफातिम् ॥ कलत्रपुत्रस्वजनारिभीति धर्मार्थनाशं तनुपीडनं च ॥ २४१ ॥
અર્થ –હીનબળી ગુરૂની દશા હોય તે માણસને અનેક પ્રકારના દુઓ, રેગ અને કફની પીડા, સ્ત્રી પુત્ર અને પિતાના માણસ અને શત્રુઓથી ભય, ધર્મ અને અર્થને નાશ તથા શરીરને વિષે પીડા થાય છે. ૨૪૧ लग्नात्पडष्टांत्यमभिन्नसंस्थो निद्यो गुरुश्वार्द्धफलो दशायाम् ॥ याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥२४२॥
અર્થ:–ગુરૂ લથી ૬-૮-૧ર સ્થાન સિવાયના બીજા સ્થાનમાં રહેલો હોય તે બળવાન જાણો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૪૨
शुक्रदशाफलम् दशा भृगोः पूर्णबलस्य सौख्यं सग्गंधहेमांवरकामिनीभ्यः ॥ हयादिलाभः सुतकीर्तितोषा नैरुज्यगांधर्वरतिः पदाप्तिः ॥२४३।।
અર્થપૂર્ણ બળી શુકની દશા હોય તો સુખ, માળા, સુગંધી વસ્તુ, સુવર્ણ, વસ્ત્ર, અને સ્ત્રીઓથી સુખ આપે છે તથા ઘોડા આદિ વાહનનો લાભ, પુત્ર અને કીર્તિથી સંતોષ, શરીરને વિષે નીરેગિતા, ગાયનાદિકને વિષે પ્રીતિ અને અધિકારની પ્રાપ્તિ થાય છે. ૨૪૩ दशा भृगोर्मध्यबलस्य दत्ते वाणिज्यतोर्थागमनं कृषेश्च ॥ मिष्टान्नपानांबरभोगलाभं मित्रांश्च योषित्सुतसौख्यलाभम् ॥२४४॥
અર્થ –મધ્યમ બળી શુક્રની દશા હોય તે વેપારથી તથા ખેતીના કામથી ધનને લાભ, મિષ્ટાન્ન ભજન, વસ્ત્ર અને ભેગને લાભ
તથા મિત્ર, સ્ત્રી અને પુત્રથી સુખને લાભ થાય છે. ૨૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com