________________
૧૯
તાજિકસાર સંગ્રહ
-
-
-
-
-
-
-
मासप्रवेशफलम् लग्नांशाधिपतिविलग्नपनवांशेशेन मैत्रीदृशा
दृष्टो वा सहितः शशी च यदि तौ मैत्रीदृशालोकते ॥ तस्मिन्मासि तनौ सुखं बहुविधं नैरुज्यमित्थं फलं
तावद्यावदिनेस्युरित्थमथतान्संचार्य वाच्यं फलम् ॥ २९० ॥ અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશને સ્વામી પરસ્પર મિત્રદષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા તે બન્નેને મિત્રદષ્ટિથી જેતે હેાય તો તે મહિનાને વિષે માસપ્રવેશવાળા માણસના શરીરમાં નાના પ્રકારનું સુખ અને આરોગ્યતા જ્યાં સુધી તે માસપ્રવેશે છે ત્યાં સુધી રહે છે. આ પ્રમાણે ગણિત વશથી ગ્રહોના બળાબળને તથા દષ્ટિગને વિચાર કરીને માસફળ કહેવું. ર૯૦ तौ चेच्छत्रुशा मिथश्च शशिना दृष्टौ मनोदुःखदौ ।
रोगाधिक्यकरौ च कश्चिदनयोनींचोस्तगोवायदि ॥ कष्टात्सौख्यमिह द्वयं यदि पुननीचास्तगं स्यान्मृतिः
मृत्यद्धोद्भवरिष्टतो मृतिसमं स्यादन्यथेत्युचिरे ॥ २९१ ॥ અર્થ:–જે લગ્નના નવમાંશને સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશનો સ્વામી પરસ્પર શત્રુદષ્ટિથી જોતા હોય અને તે બન્નેને ચંદ્રમા શત્રુદષ્ટિથી જતો હોય તો તે માણસને માનસિક દુ:ખ અને રેગનો વધારો કરે છે, લગ્નના નવમાંશનો સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશનો સ્વામી આ બેમાંથી એક પણ નીચ અથવા અર્તગત હોય તો દુખ ભગવ્યા પછીથી સુખની પ્રાપ્તિ કરાવે છે. તથા લગ્નના નવમાંશનો સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશને સ્વામી આ બન્ને નીચ અથવા અસ્તને પામેલા હોય અથવા આ બન્નેમાંથી એક નીચને પામેલ હોય અને બીજે અસ્તને પામેલે. હોય તો મૃત્યુ કરે છે. પરંતુ જન્મકાળ અને વર્ણકાળ બન્નેમાં રિપ્રયોગ થયો હોય તાજ મૃત્યુ થાય છે. અન્યથા મૃત્યુ તુલ્ય દ:ખ આપે છે. ૨૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com