________________
ફળાધ્યાય ૩ જે.
૧૯ી बलेभ्यो धनेभ्यो भयं रोगवृद्धिं रिपुत्वं स्वकार्ये धनाभावमुग्रम् ।। सदा भाव्यचिन्ता बसुस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते।।२८५।।
અર્થ: –માસપ્રવેશને વિષે મુંથા આઠમાસ્થાનમાં હોય તો માણસોને બળ અને ધનથી ભય, રેગને વધારે, શત્રુતા. પિતાના કાર્યમાં ધનની હાનિ તથા નિરંતર ચિંતાતુર કરે છે. ૨૮૫ प्रसिद्धं प्रचण्डं स्वपुत्रादिशक्तिं सुखप्राप्तिमात्मीयलोकानितांतम् ॥ महाभाग्यतामिन्थिहा भाग्ययाता नराणां हि मासप्रवेशे विधत्ते।।२८६॥
અર્થ –માસપ્રવેશને વિષે મુંથા નવમાસ્થાનમાં હોય તે માણસોને અત્યંત પ્રસિદ્ધ, પિતાના પુત્રાદિકેની શક્તિને વધારે, પિતાના માણસથી નિરંતર સુખની પ્રાપ્તિ તથા મોટા ભાગ્યને વધારો કરે છે. ૨૮૬ महीशादभीष्टार्थलाभं नितान्तं स्वकीयातिसौख्य कलत्राच तोषन् । शरीरे सुरूपं च मुन्था नभस्था नराणां हि मासप्रवेशे विधत्ते॥२८७।।
અર્થ–માસપ્રવેશને વિષે મુંથા દશમા સ્થાનમાં હોય તો માણસેને રાજાથી મનઈચ્છિત ધનને લાભ, પોતાના કુટુંબવગથી નિરંતર સુખ, સ્ત્રીથી સંતોષ તથા શરીરે સુંદરતાને વધારે કરે છે. ૨૮૭ नरेशाद्धनाप्तिं च योषातितोषं परं स्वर्णभूषाम्बरं वित्तलाभम् ॥ सुरा रतिं मुन्थहा लाभयाता नराणां हि मासप्रवेशे विधत्ते ॥२८८।।
અર્થ–માસપ્રવેશને વિષે મુંથા અગીઆરમા સ્થાનમાં હોય તે માણસને રાજાથી ધનની પ્રાપ્તિ, સ્ત્રીથી અત્યંત સંતોષ, શ્રેષ્ઠ સુવર્ણના આભૂષણ, વસ્ત્ર અને ધનને લાભ તથા દેવતાઓની પૂજામાં પ્રીતિ કરે છે. ૨૮૮ धरेशाद्भय वैरितो भीतिमुग्रां व्ययं चातिलोलं कृषीणां भयं च ॥ व्ययस्थानगा मुन्थहा व्यग्रतां च नराणां हि मासप्रवेशे विधत्ते ॥२८९॥
અર્થ:–માસપ્રવેશને વિષે મુંથા બારમા સ્થાનમાં હોય તે માણસને રાજાથી ભય, શત્રુથી મોટો ભય, અત્યંત ખર્ચ ખેતીમાં
ભય તથા મનમાં વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. ૨૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com