Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 219
________________ તાજિકસારસંગ્રહ, N અર્થ-જ્યારે સાતમા સ્થાનમાં રાહુથી યુક્ત ચંદ્રમા હાય તે તે માસને વિષે મેટું કષ્ટ ઉત્પન્ન થાય છે. તેમાં વિશેષ કરીને સ્ત્રીના શરીરે કષ્ટ થાય છે. ૩૦૩ व्ययस्थे च यदा सूर्ये धनस्थे रविपुत्रके। तदा नेत्राङ्गपीडा स्यादित्युक्तं तु मुनीश्वरैः ॥३०४॥ અર્થજ્યારે બારમા સ્થાનને વિષે સૂર્ય હેય અને ધનસ્થાનને વિષે શનિ હોય તો તે માસને વિષે નેત્ર અને શરીરને વિષે પીડા થાય છે એમ મુનીશ્વરે કહે છે. ૩૦૪ चतुर्थे च यदा सूर्य दशमे पापमेव च ॥ तदा राजभयं कुर्यान्मनश्चिन्तां विशेषतः ॥ ३०५ ॥ અર્થ:–જ્યારે ચોથાસ્થાનને વિષે સૂર્ય હાય અને દશમાસ્થાનને વિષે પાપગ્રહ હોય તો તે માસને વિષે રાજા તરફથી ભય અને વિશેષ કરીને માનસીક ચિંતા કરાવે છે. ૩૦૫ अष्टमस्थो यदा चन्दो शौरीसूर्यारयुग्भवेत् ॥ तदा गुह्येन्द्रिये पीडा रुधिर स्रवतो ध्रुवम् ॥३०६॥ અર્થ-જ્યારે આઠમા સ્થાનને વિષે શનિ, સૂર્ય અને મંગળથી યુક્ત ચંદ્રમા રહેલો હોય તે તે માસને વિષે નિશ્ચય ગુહૂંદ્રિમાં પીડા અને શરીરમાં રૂધિરસ્ત્રાવ થાય છે. ૩૦૬ दिनप्रवेशफलमाह. त्रिकोणकेन्द्रोपगताः शुभाश्चे चन्द्रात्तनोर्वा बलिनः खलास्तु । षव्यायगास्तत्रदिने सुखानि વિદ્યાસમાનાર્થ ચરો યુનિ ! રૂ૦૭ છે. અર્થ:–દિનપ્રવેશ સમયે ચંદ્રમાથી અથવા લગ્નથી ત્રિકેણ ૯-૫ કેન્દ્ર ૧-૪-૭-૧૦ સ્થાનમાં શુભગ્રહ બળવાન થઈને રહેલા હોય અને ૬–૩–૧૧ સ્થાનમાં બળવાન પાપગ્રહો રહેલા હોય તે તે દિવસે વિલાસ, માન, ધન અને યશથી યુક્ત સુખ મળે છે. ૩૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224