________________
તાજિકસારસંગ્રહ. અર્થ:--દિનપ્રવેશના લગ્નને વિષે લગ્નેશ છઠ્ઠા અથવા આઠમાસ્થાનમાં રહેલો હોય અને ગુરૂ પાપગ્રહથી યુક્ત અથવા નિર્બળ હોય તો તે માણસોને નાના પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. ૩૧૧
शुभायूने विजयदा द्यूतादर्थे सुखावहाः ॥
नवमे धर्मभाग्यार्थराजगौरवकीर्ति दाः ॥३१२॥ અર્થ દિનપ્રવેશ લગ્નને વિષે શુભ ગ્રહ સાતમાસ્થાનમાં રહેલા હોય તે ધૂત (જુગાર)થી જય આપે છે, બીજા સ્થાનમાં હોય તે સુખ આપે છે તથા નવમા સ્થાનમાં હોય તે ધર્મ, ભાગ્ય, ધન, રાજગૌરવ અને કીર્તિને આપે છે. ૩૧૨
द्विादशे खला हानि व्यये सौम्याः शुभव्ययम् ॥
कर्तरी पापजा रोगं करोति शुभजा शुभम् ॥३१३॥ અર્થ –દિનપ્રવેશ લગ્નથી બીજા અને બારમા સ્થાનને વિષે પાપગ્રહે રહેલા હોય તો ધનને નાશ કરે છે. બારમા સ્થાનને વિષે શુભગ્રહે રહેલા હોય તે શુભમાર્ગમાં ખર્ચ કરે છે. પાપગ્રહથી ઉત્પન્ન કર્તરી રોગ કરે છે તથા શુભગ્રહથી ઉત્પન્ન કર્તરી શુભ ફળને આપે છે ૩૧૩
ग्रन्थ समाप्ति समयः संवनागरसाङ्कभू परिमिते चोर्जस्य पक्षे शुभे
सप्तम्यां रविवासरे शुभकृतेः श्रीमद्गुरोराज्ञया । श्रीवृन्दावनशर्मणा विरचितः श्रीगौर्जरी टीकया ' नीतस्ताजिकसारसंग्रह इति ग्रंथो हि संपूर्णताम् ॥ ३१४ ॥
અર્થ:–વિક્રમીય સંવત્ ૧૯૮ ના કાર્તિક માસના શુકલપક્ષની સપ્તમી અને રવિવારના દિવસે શ્રીમાન ગુરૂવર્ય તિવિંદ દલસુખરામની આજ્ઞા લઈને શ્રી વૃંદાવન શર્માએ ગુર્જર ટીકાથી બનાવેલો “તાજિકસાનસંગ્રહ” નામનો ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. ૩૧૪ किश्चिदत्र गलितं प्रमादतः सज्जनः समधिगच्छतु स्वयम् ॥ शासनेऽस्तु सुजनोद्भवा कला हास्यताङ्गणविनोद कारिणाम् ॥३१५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com