Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 208
________________ ફળાધ્યાય ૩ જે. - ૧૮૫ અર્થ:-હીનબળી લગ્નની દશા હોય તે પરદેશ ગમન, કલેશ, બુદ્ધિને નાશ, યુદ્ધમાં ખર્ચ, તથા માનની હાનિ કરે છે. ૨૫૫ क्रूरलग्नदशा मध्या सौख्यं स्वल्पं धनव्ययम् ॥ अंगपीडां त्वपुष्टिं च कुरुते मृत्युविग्रहम् ।। २५६ ॥ અર્થ-કુર લગ્નની દશા હોય તે તે મધ્યમ જાણવી, અને તે સાધારણ સુખ, ધનનો ખર્ચ, શરીરને વિષે પીડા અને નિર્બળતા તથા મૃત્યુ અને લડાઈ ટંટા કરે છે. ૨૫૬ दशा तनोः स्वामिबलेन तुल्यं फलं ददातीत्यपरो विशेषः ॥ 'चरे शुभा मध्यफलाऽधमा च द्विमूर्तिभेऽस्माद्विपरीतमूह्यम् ॥२५७॥ અર્થ–લગ્નની દશા પિતાના સ્વામીના બળની બરાબર ફળ આપે છે. જેવી રીતે લગ્નેશ ઉદયને ઉચ્ચન અથવા સ્વગૃહાદિ બળવાળે હોય તો તે પૂર્ણ બળી દશાનું ફળ આપે છે તથા અસ્ત અથવા નીચને હોય તે તે હીનબળી દશાનું ફળ આપે છે. પણ તેમાં વિશેષ એ છે જે ચર લગ્નમાં પ્રથમ દ્રષ્કાણ હોય તો તે દશા પૂર્ણ બળીનું ફળ આપે છે. બીજે દ્રષ્કોણ હોય તો મધ્યમ બળી દશાનું ફળ અને ત્રીજે દ્રષ્કાણ હોય તે હનબળી દશાનું ફળ આપે છે. દ્વિસ્વભાવ રાશિનું લગ્ન હોય તે ચરરાશિથી વિપરીત એટલે પ્રથમ દ્રષ્કાણ હેય તે હીનબળી, બીજે દ્રષ્કાણ હોય તે મધ્યમબળી તથા ત્રીજે દ્રષ્કાણ હોય તે પૂર્ણ બળી દશાનું ફળ આપે છે. ર૫૭ अनिष्टमिष्टं च समं स्थिरः क्रमाकाणैः फलमुक्तमाद्यैः॥ सत्स्वामियोगेक्षणतः सुखस्यात्पापेक्षणात्फष्टकलं च वाच्यं ॥२८॥ અર્થ:–સ્થિરરાશિનું લગ્ન હોય અને અને પ્રથમ દ્રષ્કાણ હોય તે હીનબળી પ્રમાણે, બીજે દ્રષ્કોણ હોય તો પૂર્ણબળી પ્રમાણે તથા ત્રીજો કાણ હોય તે મધ્યમબળી પ્રમાણે ફળ આપે છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોએ લગ્નની દશાનું ફળ દ્રષ્કાણ વશથી કહ્યું છે. જે લગ્ન શુભગ્રહો અને પિતાના સ્વામીથી યુક્ત અથવા દષ્ટ હિાય તે અશુભ ફળ પણ શુભ થઈ જાય છે તથા લગ્ન પાપગ્રહ મુક્ત અથવા પાપગ્રહ દષ્ટ હોય તો કષ્ટકારક ફળ કહેવું. ૨૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224