________________
૧૭૬
તાજિકસારસંગ્રહ.
પિતાની મેષ વૃશ્ચિક રાશિને અથવા પિતાની ઉચ્ચ મકરરાશિને થઈને દશમા સ્થાનમાં હોય તે પિતાના પરાક્રમથી ધનની પ્રાપ્તિ કરે છે. તથા વર્ષેશ બુધ પોતાની મિથુન કન્યા રાશિનો અથવા પોતાની ઉચ્ચ કન્યારાશિનો થઈને દશમાસ્થાનમાં હોય તો વૈદ્યક, તિષ, કાવ્ય અને શિલ્પ અર્થાત્ કારીગરીથી લાભ મળે છે. ૨૧૧. मन्देऽद्धपे गतवले नैराश्यं दौःस्थ्यमादिशेत् ॥
सूर्येऽद्धपे शशिस्थाने मन्देऽद्धजनुषोहते ॥ २१२ ॥ सर्वकर्मसु वैकल्यं वक्रेऽस्ते च तथा पुनः ॥
कर्मकर्मेश सहमनाथाः शनियुतेऽक्षिता ॥ २१३ ।। અર્થ –વર્ષેશ શનિ નિર્બળ થઈને દશમસ્થાનને વિષે રહેલો હોય તો તે માણસ નિરાશ અને ચલિત મનવાળો થાય છે. વર્ષેશ સૂર્ય હોય અને જન્મકાળને વિષે ચંદ્રમા જે રાશિમાં રહેલું હોય તેજ રાશિમાં વર્ષ કાળને વિષે શનિ નિર્બળ થઈને પડેલો હોય તેમજ વર્ષ કાળ અને જન્મકાળમાં પાપપીડિત હોય તો તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. આ પ્રમાણેને શનિ વકી અથવા અસ્તગત હોય તે તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. તથા દશમે ભાવ, દશમાભાવને સ્વામી અને કર્મ સહમેશ શનિથી યુક્ત અથવા દષ્ટ હોય તે પૂર્વોક્ત ફળ અર્થાત્ તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. ૨૧-૨૧૩
षडष्टव्ययगेऽब्देशे कर्मेशे च बलोज्झिते ॥
सूतावब्दे च मशुभं तत्राऽन्दे मृतिपे तथा ॥ २१४ ॥
અર્થ-વર્ષેશ છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં હોય, તથા દશમાસ્થાનનો સ્વામી જન્મકાળ તથા વર્ષ કાળમાં નિર્બળ હોય તે તે વર્ષ અશુભ જાણવું. તથા વર્ષકાળમાં આઠમાસ્થાનને સ્વામી પૂર્વોકત સ્થાનમાં હોય અથવા નિર્બળ હોય તો તે પણ વર્ષ અશુભ જાણવું. ૨૧૪
द्वादशे शोभनः खेटो विवाहादिषु सद्वययम् ॥
क्रूरोप्यसद्वययं राजदस्युभ्यः कुरुते ग्रहः ॥ २१५ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com