________________
૧૬૮
તાજિકસારસંગ્રહ.
રહિત અને બળથી યુક્ત હોય તે માર્ગ અર્થાત્ પ્રયાણ ગુણદાયક હોય તથા ચરકાર્ય પણ સ્થિર હોય છે. ૧૮૦
त्रिधर्मस्थोऽब्दपः सूर्यः कंबली मार्गसौख्यदः ॥ अन्यप्रेषणयानं स्यात्सचेन्नाधिकृतो भवेत् ॥ १८१ ॥
અર્થ –વર્ષેશ સૂર્ય ત્રીજા અથવા નવમાસ્થાનમાં અધિકારથી યુક્ત હોય અને ચંદ્રમાથી કબૂલગ પણ કરતો હોય તો પોતાની ઈચ્છાથી ગમન કરવું પડે અને તેમાં સુખ પણ મળે છે તથા જે તે પંચાધિકારીમાં અધિકારવાળો ના હોય તે બીજાની પ્રેરણાથી ગમન કરવું પડે અને તેમાં સુખ પણ મળે નહી ૧૮૧
शुक्रेऽब्दपे त्रिवगे मार्गे सौख्यं विलोमगे॥ अस्ते वा कुगतिः सौम्ये देवयात्रा तथा विधे ॥ १८२ ॥ અર્થ –વર્ષેશ શુક્ર ત્રીજા અથવા નવમા સ્થાનમાં હોય તે પ્રયાણમાં સુખ કરે છે. આ પ્રમાણે શુક વકી અથવા અર્તગત થઈને પૂર્વોક્ત સ્થાનમાં હોય તો “ગતિ ઈચ્છાથી વિરૂદ્ધ ગમન કરવું પડે છે અને વર્ષેશ બુધ પાપગ્રહથી રહિત બળથી યુકત થઈને ત્રીજા અને નવમા સ્થાનમાં હોય તે દેવતા સબંધી પ્રયાણ અર્થાત્ તીર્થયાત્રા કરાવે છે. ૧૮૨
क्रूरादिते कुयानं स्याद् गुरावेवं विचिंतयेत् ॥ इत्थशाले लग्नधर्मपत्योर्यात्रास्त्यचिन्तिता ।। १८३ ॥
અર્થ–પૂર્વોક્ત પ્રકારના શુક્ર અને બુધ પાપગ્રહથી પીડિત અથવા યુકત હોય તે યાત્રા અશુભ જાણવી. આ પ્રમાણે વર્ષેશ ગુરૂ પાપગ્રહથી રહિત અને બળથી યુક્ત ત્રીજા અથવા નવમાસ્થાનમાં હોય તો દેવતા સબંધી યાત્રા કરાવે છે. જે તે પાપગ્રહથી પીડિત અથવા યુકત હોય તે કુયાન અનિષ્ટ ગમન કરાવે છે. તથા લગ્નના સ્વામી અને નવમા સ્થાનના સ્વામીને પરસ્પર ઇત્થશાલ ગ થાય તે અકસ્માત પ્રયાણ કરાવે છે. ૧૮૪ ___ लग्नेशो धर्मपं यच्छन् स्वं महचिंतिताध्वदः ॥
एवं लग्नादपोोंगे मुथहाङ्गपयोरपि ॥१८४ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com