________________
૧૨૬
તાજિકસાન્સંગ્રહ.
अब्दाधिपे रविसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमं निखिलमन्नभुजिस्तुकष्टात् ॥ दासोष्ट्रमाहिषकुलान्यरतस्तु लाभः पापं फलं भवति पापयुगीक्षणेन ॥ २९ ॥
અર્થ:-શનિ મધ્યમ બળવાન થઈને વર્ષને રાજા થયે હોય તે પૂર્વોક્ત ઉત્તમ બળવાનનું ફળ મધ્યમ આપે છે. અન્ન ખાવાથી અરૂચી રહે, દાસ, ઊંટ, ભેંશ તથા પિતાથી હીન કુળમાં પ્રીતિ રહે તથા લાભ મળે અને જે પાપ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો અશુભ ફળ તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે શુભ ફળ મળે છે. ૨૯ मंदे बलेनरहितेऽब्दपतौ क्रियाणां वंध्यत्वमर्थविलयो विपदोरिभीतिः॥ स्त्रीपुत्रमित्रजनवैरकदनभुक्तं सौम्येत्थशालयुजिसौख्यमपीपदाहुः॥३०॥
અર્થ –શનિ નેક્ટ બળવાન થઈને વર્ષનો રાજા થયે હાય તો સર્વ કામોમાં નિષ્ફળતા, ધનનો નાશ, વિપત્તિ અર્થાત્ નાના પ્રકારનું દુઃખ, શત્રુને ભય, તથા સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વૈર થાય છે, અને જે શુભ ગ્રહથી ઇત્થશાલી હોય તો થોડું સુખ મળે છે. એમ પંડિતો કહે છે.
मुंथाफलम्. स्वजन्मलग्नात्पतिवर्षमेकैकराशिभोगान्मुथहा भ्रमेण ।। स्वजन्मलग्नं रवितष्टयातं शरद्युतं सा भमुखेन्थिहा स्यात् ।।३१।।.
અર્થ–જન્મ વખતે જે લગ્ન હોય તેજ મુંથા જાણવી. તે મુંથા પોતાના જન્મલગ્નથી પ્રતિવર્ષ એક એક રાશિ ભેગવવાના કમથી ભ્રમણ કરે છે. પોતાના જન્મલગ્નમાં ગતવર્ષ યુક્ત કરી
બાર ભાગ આપતાં જે શેષ રહે તે રાશ્યાદિ મુંથા જાણવી. ૩૧ वर्षेणभुंक्ते मुंथहैकराशिं मासेन भागद्वितयं दलाढयम् ।। कलाश्च पंचैवदिनेन नूनं तद्राशिनाथो मुथहाधिपः स्यात् ॥३२॥
અર્થ:–મુંથા એક વર્ષમાં એક રાશિ ભેગવે છે. એક માસમાં અઢી અંશ ભગવે છે. તથા એક દિવસમાં પાંચ કળા ભેગવે છે. જે રાશિમાં મુંથા રહેલી હોય તેજ રાશિનો સ્વામી
મુંથાનો સ્વામી અર્થાત્ મુંથેશ કહેવાય છે. ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com