________________
૧પ૦
તાજિકસાસંગ્રહ.
તે વર્ષમાં ધનસ્થાનમાં પડેલો હોય તથા વર્ષલગ્નના સ્વામી સાથે ઈત્થશાલયોગ કરતો હોય તો આખા વર્ષમાં ધનની પ્રાપ્તિ થાય છે. તથા ઉપર કહેલો ગુરૂ પાપગ્રહ સાથે ઈસરાફગ કરતા હોય તો ધન અને ધાન્યને નાશ કરે છે. ૧૧૩
जन्मन्यावलोकीज्योऽब्देऽब्देशो बलवान् यदा ॥
तदा धनाप्तिबहुला विनायासेन जायते ॥११४॥ અર્થ –જન્મકાળમાં ધન સ્થાનને ગુરૂ જેતો હોય અને વર્ષકાળમાં બળવાન થઈને વર્ષેશ થયો હોય તે પરિશ્રમ (મહેનત) વિના ઘણું ધનની પ્રાપ્તિ થાય છે. ૧૧૪
गुरुर्वित्ते शुभैदृष्टो युतो वा राज्यसौख्यदः ॥
जन्मन्यब्दे च मुथहा राशिं पश्यन्विशेषतः ॥११॥ અર્થ –ધનસ્થાનમાં ગુરૂ શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો રાજ્યદ્વારથી સુખ મળે છે. જન્મકાળ અને વર્ષકાળમાં મુંથારાશિને ગુરૂ જે હોય તો વિશેષ કરીને રાજ્ય દ્વારથી સુખ મળે છે.
एवं सितेऽब्दपे भूरि द्रव्यं धान्यं च जायते ॥
वित्तलग्नेशसंयोगो वित्तसौख्यविनाशदः ॥११६॥ અર્થ:–ગુરૂની પેઠે ધન સ્થાનમાં શુક શુભગ્રહથી યુક્ત અને થવા દષ્ટ હોય અને તે વર્ષેશ પણ થયા હોય તો ઘણાજ ધન અને ધાન્યની પ્રાપ્તિ કરે છે. ધનસ્થાનને સ્વામી અને લગ્નને સ્વામી એકજ સ્થાનમાં પડેલા હોય તે ધન અને સુખનો નાશ કરે છે. પરંતુ તે બન્નેનો ઈન્થશાલયેગ થતો હોય તે ધન સુખ સારું મળે છે. ૧૧૬
एवं बुधे सवीर्ये स्याल्लिपिज्ञानोद्यमैर्द्धनम् ॥
जन्मलग्नगताः सौम्या वर्षेऽर्थे धनलाभदाः ॥११७।। અર્થ:–આજ પ્રમાણે બુધ બળવાન થઇને ધનસ્થાનમાં શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય અને તે વર્ષેશ પણ થયે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com