________________
ફળાધ્યાય ૩ જે.
" ૧૪૦
जन्मादाङ्गपरन्ध्रपाब्दमुथहानाथा बलान्यास्तदा
रम्यं वर्षमुशन्ति सर्वमतुलं सौख्यं यशोर्थागमः ॥ षष्ठाष्टांत्यगता नचेदिह पुनस्ते दुःखभीतिपदा
निर्वीर्या यदि वर्षमेतदशुभं वाच्यं शुभेक्षां विना ॥११०॥ અર્થ –જન્મલગ્નેશ. વર્ષલનેશ, અષ્ટમેશ અને મુંથેશ બળવાન હોય તથા છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનને પામેલા ના હોય તો તે માણસને આખું વર્ષ શુભ કહેલું છે. અને તે વર્ષમાં અગણિત સુખ, યશ અને ધનની પ્રાપ્તિ પણ થાય છે. જે ઉપર કહેલા ગ્રહો બળવાન થઈને છઠ્ઠી, આઠમા, અને બારમા સ્થાનને પામેલા હોય તો દુ:ખદાયક જાણવા તથા ઉપર કહેલા ગ્રહો હીનબળવાન હોય અને છઠ્ઠા, આઠમા તથા બારમા સ્થાનને પામેલા હોય તો તે દુ:ખ તથા ભયકારક જાણવા. જે એ ચારે ને શુભ ગ્રહ જોતા ના હોય તે આખું વર્ષ અશુભ જાણવું. ૧૧૦
लग्नेशो वीक्ष्यते लग्नं वीक्ष्यन्ते च शुभग्रहाः ॥ तदा देहसुखं विद्यालग्ने लग्नेश्वराऽथवा ॥ १११ ॥
અર્થ:–લગ્નને સ્વામી લગ્નને જોતા હોય તથા સર્વ શુભ ગ્રહો લગ્નને જતા હોય અથવા લગ્નને સ્વામી લગ્નમાં બેઠે હોય ત્યારે દેહનું સંપૂર્ણ સુખ જાણવું. ૧૧૧
केन्द्रगो यदि लग्नेशः शुभो दृष्टः शुभैरपि ॥ त्रिकोणलाभगो स्यान्चेत्तदा देहसुखं भवेत् ॥ ११२ ॥
અર્થ:–લગ્નનો સ્વામી શુભ ગ્રહ થઈને કેદ્ર, ત્રિકેણુ તથા લાભસ્થાનને પામેલ હોય તથા શુભ ગ્રહો તેને જોતા હોય તે દેહનું સુખ સારું જાણવું. ૧૧૨
धनभावविचारः वित्ताधिपो जन्मनि वित्तगोऽब्दे जीवो यदा लग्नपतीत्थशाली॥ तदा धनाप्तिः सकलेपि वर्षे करेसराफे धनधान्यहानिः ॥११३॥
અર્થ:-જન્મકાળને વિષે ગુરૂ ધનસ્થાનનો સ્વામી હોય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com