________________
૧૩૦
તાજિક્સાસંગ્રહ.
અર્થ:–બારમા સ્થાનમાં મુંથા હોય તો ખર્ચને વધારે, નઠારા માણસને સંગ, શરીરમાં રોગ, પરાક્રમથી વ્યર્થ, ધર્મ અને ધનની હાનિ, તથા શ્રેષ્ઠ માણસોથી વૈર કરાવે છે. ૪૬
क्रूरैदृष्टः क्षुतदृशा यो भावो मुथहाऽत्र चेत् ॥ शुभं तद्भावजं नश्येदशुभं चापि वर्द्धते ॥ ४७ ॥ અથ–સ્થાનું વિષેશ ફળ કહે છેઃ—જે ભાવને પાપ ગ્રહ ભુત દષ્ટિથી અર્થાત્ અશુભ દૃષ્ટિથી જતા હોય તે જ ભાવમાં મુંથા રહેલી હોય તે તે ભાવ સબંધી શુભ ફળ આપતી નથી, પરંતુ અશુભ ફળને વધારે કરે છે. ૪૭ जनुर्लग्नतोऽस्तांत्यषण्मृत्युबंधुस्थितान्देहता क्रूरखेटैस्तु सा चेत् ॥ विनश्येत्सयत्रेन्थिहाभाव एवं शुभस्वामिदृष्टौ न नाशः शुभं च ॥४८॥
અર્થ–મુંથા જન્મલગ્નથી સાતમા, બારમા, છઠ્ઠા, આઠમા અને ચોથા સ્થાનમાં હોય તથા તે મુંથા વર્ષપ્રવેશમાં પાપ ગ્રહોથી યુક્ત હોય અને તે જે ભાવમાં રહેલી હોય તે ભાવને નાશ કરે છે. પરંતુ વર્ષમાં પોતાના સ્વામી અને શુભ ગ્રહથી દષ્ટ હોય તે શુભ ફળ આપે છે. ૪૮ शुभस्वामियुक्तेक्षिता वीर्ययुक्सेन्धिहा स्वामिसौम्येत्थशालं पपन्ना ॥ शुभं भावनं पोषयेनाशुभं साऽन्यथात्वेन्यथा भाव ऊयो विमृश्य ॥४९॥
અર્થ –મુંથા પોતાના શુભગ્રહ સ્વામીથી યુક્ત અથવા દષ્ટ હોય અથવા બળવાન હોય અથવા પિતાને શુભગ્રહ સ્વામીથી ઈ0શાલિની હોય છે જે ભાવમાં હોય તે ભાવ સબંધી શુભ ફળને વધારે કરે છે, આનાથી વિપરીત અર્થાત્ પોતાના શુભગ્રહ સ્વામીથી યુક્ત અથવા દષ્ટ ના હોય, નિબળી હોય અથવા પાપગ્રહથી ઈસરાફ ગ કરતી હોય તે તે ભાવ સબંધી શુભ ફળને નાશ કરીને અશુભ ફળનો વધારો કરે છે. આ પ્રમાણે ભાવ સબંધી શુભ અથવા અશુભ ફળનો મુંથાના બળ ઉપરથી વિચાર કર. ૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com