________________
ફળાધ્યાય ૩ જે.
૧૩૯
~~~
રાશિને પામેલા હોય તે હાથીને આરંભીને રાજ્યનું ફળ જાણવું. ગુરૂથી યુક્ત અથવા દષ્ટ સાતમા સ્થાનનો સ્વામી લગ્નને પામેલો હોય તો રાજ્ય, ઘણું ધન તથા સારા હાથી અને ઘોડાના વૈભવનું સુખ પામે છે. ૭૫ तन्वंति क्षितिजाकसूर्यतनयावित्तं हि लाभोपगा
राज्यं बाहुबलेन ते भुवितले दार्हिशत्रुज्झितम् ॥ विदेवेज्यसितैः कृतोऽब्दसमये चेदित्यशालस्तदा
राज्यं संप्रददाति वैरिरहितं भोगैरनेकैर्युतम् ॥ ७६ ॥ અર્થ:-મંગળ, સૂર્ય અને શનિ અગીઆરમા સ્થાનમાં રહેલા હોય તે ધનને વધારે કરે છે, તથા પોતાના પરાક્રમથી પૃથ્વી ઉપર શત્રુથી રહિત રાજ્યને પામે છે. વર્ષપ્રવેશને વિષે બુધ, ગુરૂ અને શુક ઈન્થશાલ ભેગ કરતા હોય તો શત્રુથી રહિત તથા નાના પ્રકારના ભેગથી યુક્ત રાજ્યને પામે છે. ૭૬ सौम्यैश्चेद्रहितोऽप्यसौ खलखगैस्तर्कत्रिलाभोपगै
ईन्याद्वैरिगणं हि हस्तितुरगैयुक्तं च राज्यं पुनः ।। दद्युमंदसितौ निजोच्चभगतौ विर्यान्वितौ यच्छतो
राज्यं म्लेच्छजनप्रसादजनितं सौख्यार्थभोगैर्युतम् ।। ७७ ॥ અર્થ:–વર્ષલગ્નને વિષે શુભ ગ્રહથી રહિત પાપ ગ્રહ છઠ્ઠા, ત્રીજા અને અગીઆરમા સ્થાનને પામેલા હોય તે શત્રુ ૫ક્ષને નાશ કરીને હાથી અને ઘોડાથી યુક્ત રાજ્ય ફરીથી પામે છે. બળથી યુકત શનિ અને શુક પોતાની ઉચ્ચરાશિને પામેલા હોય તે મ્યુચ્છ અર્થાત્ યવન રાજાએ અર્પણ કરેલા સુખ, ધન એને ભેગથી યુક્ત રાજ્યને પામે છે. ૭૭ सकलसौम्यखगा यदि केन्द्रगा भवपराक्रमशत्रुगताः खलाः ॥ सुतधनं बहुलं मणिकांचनं रतिसुखं विसृजन्ति तदा नृणाम् ॥७८।।
અર્થ જે સર્વ શુભ ગ્રહે કે ૧-૪-૭-૧૦ સ્થાનને પામેલા હોય તથા પાપગ્રહ ૧૧-૩-૬ સ્થાનને પામેલા હોય તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com