________________
ફળાધ્યાય ૩ જે.
૧૨૯
અર્થ:–સાતમા સ્થાનમાં મુંથા હોય તે સ્ત્રી અને ભાઈને કષ્ટ, નઠારા વ્યસન અને શત્રુથી ભય, ઉત્સાહનો ભંગ, ધન અને ધર્મને નાશ, શરીરને વિષે રોગ, તથા મનને વિષે મેહ હોવાથી વિપરીત આચરણ કરે છે. ૪૧
भयं रिपोस्तस्करतो विनाशो धर्मार्थयोर्दुर्व्यसनामयश्च ॥ मृत्युस्थिता चेन्मुथहा नराणां बलक्षयं स्याद्गमनं च दूरे ॥४२॥
અર્થ:–આઠમા સ્થાનમાં મુંથા હોય તે શત્રુ અને ચારથી ભય, ધર્મ અને ધનને નાશ, નઠારા વ્યસનથી પીડા, બળની હાનિ તથા દૂર દેશ ગમન કરે છે. ૪૨ स्वामित्वमर्थोपगमो नृपेभ्यो धर्मोत्सवं पुत्रकलत्रसौख्यम् ॥ देवद्विजार्चा परमं यशश्च भाग्योदयो भाग्यगतेन्थिहायाम् ॥४३॥
અર્થ:-નવમા સ્થાનમાં મુંથા હોય તે રાજાથી અધિકાર અને અર્થની પ્રાપ્તિ, ધર્મને ઉત્સવ, પુત્ર અને સ્ત્રીનું સુખ, દેવ અને બ્રાહ્મણોની સેવા, યશને વધારે અને ભાગ્યને ઉદય કરે છે. ૪૩ नृपप्रसादं स्वजनोपकारं सत्कर्मसिद्धिं द्विजदेवभक्तिम् ॥ यशोभिवृद्धि विविधार्थलाभ दत्तेम्बरस्था मुथहा पदाप्तिम् ॥४४॥
અર્થ—દશમા સ્થાનમાં મુંથા હોય તો રાજાની મહેરબાની, પિતાના માણસો ઉપર ઉપકાર, સારા કામની સિદ્ધિ, બ્રાહ્મણ અને દેવતાની ભક્તિ, યશની વૃદ્ધિ, નાના પ્રકારના ધનને લાભ તથા પદવી (અધિકાર) ની પ્રાપ્તિ કરે છે. ૪૪ यदींथिहा लाभगता विलास सौभाग्यनैरुज्यमनः प्रसादाः ॥ भवंति राजाश्रयतो धनानि सन्मित्रपुत्राभिमताप्तयश्च ॥ ४५ ॥
અર્થ –જે અગીયારમા સ્થાનમાં મુંથા હોય તે ભેગવિલાસનું સુખ, સિભાગ્ય, નીરોગિતા, મનને વિષે પ્રસન્નતા, રાજાના આશ્રયથી ધનને લાભ, સારા મિત્ર અને પુત્રનો લાભ તથા મનવાંછિત ફળ મળે છે. ૪૫ व्ययोऽधिको दुष्टजनैश्च संगो रुजा तनौ विक्रमतोप्यसिद्धिः॥ धर्मार्थहानिर्मुथहा व्ययस्था यदा भवेत्सजनतोऽपिवैरम् ॥ ४६॥
अ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com