________________
ફળાધ્યાય ૩ જો.
૧૨૫
પ્રતાપને વધારે, શત્રુથી જય, સ્ત્રી વિલાસ (સભાગ) નું સુખ, પ્રસન્નતા તથા રાજાના આશ્રયથી ધન અને સુખ મળે છે. ૨૫ अब्दाधिपे भृगुसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमं निखिलमेतदथाल्पवृत्तिः ॥ गुप्तं च दुःखमखिलं सुनिबद्धवृत्तिः पापारिवीक्षितयुते विपदोऽर्थनाशः ॥ २६ ॥
અ:—શુક્ર મધ્યમ મળવાન થઈને વર્ષના રાજા થયેા હાય તેા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે. આજીવિકા માટે થાડુ ધન મળે છે. ગુપ્ત પ્રકારનું દુ:ખ થાય છે. ખંધાચેલી વૃત્તિવાળા થાય છે. જો શુક્ર પાપ ગ્રહથી અથવા શત્રુ ગ્રહે થી યુક્ત અથવા દૃષ્ટ હાય તા વિપત્તિ અને ધનના નાશ કરે છે. ૨૬ शुक्रेऽब्दपेऽधमबले मनसोऽतितापो लोकोपहासविपदो निजवृत्तिनाशः ॥ द्वेषः कलत्रसुतमित्रजनेषु कष्टादन्नाशनं च विफलक्रियता न सौख्यम् ॥ २७॥
અ:—શુક્ર નેષ્ટ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા મનમાં ઘણાજ સંતાપ રહે, લેાકેાથી ઉપહાસ (મશ્કરી) હાય, નાના પ્રકારનું દુ:ખ, પેાતાની આજીવિકાની વૃત્તિનો નાશ, સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વૈર હાય, ભેાજન પણ અતિ કષ્ટથી પ્રાપ્ત થાય, સારા માટે કાંઈ કામ કરતા તે નિષ્ફળ થાય તથા સુખને પણ નાશ થાય છે. ૨૭
वर्षेश शनि फलम् .
मंदेऽब्द बलिनि नूतन भूमिवेश्म क्षेत्राप्तिरर्थनिचयो यवनावनीशात् ॥ आरामनिर्मितजलाशय सौख्यमंगपुष्टिः कुलोचितपदातिगुणाग्रणित्वम् ॥ २८ ॥ અર્થ:—શનિ ઉત્તમ મળવાન થઇને વર્ષોના રાજા થયા હેાય તે વિન ભૂમિ, ઘર અને ખેતરની પ્રાપ્તિ, યવનાદિક (મુસલમાન) થી ધનની પ્રાપ્તિ, બગીચાને વિષે જળાશયનું સુખ, શરીરની પુષ્ટિ, પેાતાના કુળને ચેાગ્ય અધિકાર, તથા ગુણ્ણાને વિષે અગ્રણી થાય છે. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com