________________
૧૦૬
^^^^^
તાજિકસારસંગ્રહ. ^^^^^^^^^ ^^^^
शुक्रफलम्. तनुस्थानगो भार्गवश्चेदिह स्यात्प्रतिष्ठाविशेष समृद्ध्यागमं च ॥ रिपूणां विनाशं तथा भूपमानं जय भूषणादीनराणां करोति ॥१॥
અથ:–વર્ષ કુંડળીમાં જે પહેલા સ્થાનમાં શુક પડેલ હોય તો તે પ્રતિષ્ઠાનો વધારે, સંપત્તિને લાભ, શત્રુઓને નાશ, રાજાથી સન્માન, વિજય તથા તે માણસને આભૂષણોની પ્રાપ્તિ કરે છે. ૧ धनस्थे कवौ धान्यलाभो धनाप्तिभवेन्म्लेच्छजात्याः सुखं संपदश्च ॥ नरो राजतुल्यो भवत्यत्रवर्षे पशूनां हयानां गृहेस्यात्सुखं च ॥२॥
અર્થ –બીજા સ્થાનમાં શુક્ર હોય તો તે વર્ષમાં ધાનને લાભ, ધનની પ્રાપ્તિ, મ્લેચ્છ (યવનાદિ) જાતીથી સુખ અને સંપત્તિની પ્રાપ્તિ તે મનુષ્ય રાજાની બરાબર અર્થાત્ જ્ઞાતી અને દેશમાં અધિક પ્રતિષ્ઠાવાળો તથા પશુ અને ઘોડાનું સુખ કરે છે. ૨ भृगुस्तृतीयश्च सहोदराणां सुखं प्रकृर्याद्विविधैः प्रकारैः॥ अर्थागमं कीर्तिविर्वद्धनश्च जनोपकारं च करोति वर्षे ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં શુક હોય તે તે વર્ષમાં અનેક પ્રકારથી ભાઈઓનું સુખ, ધન લાભ, કીર્તિને વધારે, તથા બીજા માણસેના ઉપકાર કરે છે. ૩ प्रथमदैत्यगुरू मुखगो यदा सुखकरः कृषिवाहनयोस्तदा ॥ धरणिलब्धिसुवर्णसमागमो भवति भूपसमो मनुजस्तदा ॥४॥
અર્થ થા સ્થાનમાં શુક હોય તે તે ખેતી અને વાહનનું સુખ, ભૂમિને લાભ, સુવર્ણન લાભ, તથા તે માણસને રાજાની સમાન સુખી કરે છે. ૪ सुतानां विद्धिभृगुः पंचमस्थो भयक्लेशचिंतापदानां विनाशः ॥ रिपूणां विनाशं तथा वर्षलग्ने महाभोगवंतं धनाढ्यं करोति ॥५॥
અર્થ –વર્ષલગ્નમાં પાંચમા સ્થાનમાં શુક હોય તે તે પુત્રને વધારે, ભય, કલેશ, ચિંતા, આપત્તિઓ તથા શત્રુઓનો નાશ કરે છે. અને નાના પ્રકારના ભોગ વિલાસ તથા ધનવાન કરે છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com