________________
mimovun
ફળાધ્યાય ૩ જે.
૧૧૯ बलादिसाम्ये रविराशिपोऽह्नि निशीन्दुराशीडिति केचिदाहुः॥ येनेत्थशालोऽब्दविभुःशशी स वर्षाधिपश्चन्द्रभपोन्यथात्वे ॥६॥
અર્થ –કેટલા આચાર્યોને મત એવો છે કે પંચાધિકારીઓ બળ તથા દષ્ટિથી બરાબર હેય તથા દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્યરાશિપતિ તથા રાત્રિએ વર્ષ પ્રવેશ હોય તો ચંદ્રરાશિપતિ વર્ષને રાજા જાણ. પૂર્વોક્ત પ્રકારથી ચંદ્રમા વર્ષને રાજા થયા હોય તે તેને વર્ષનો રાજા કરે નહિ. પણ પંચાધિકારીમાં જે ગ્રહની સાથે ઈત્થશાલ કરતા હોય તે ગ્રહને વર્ષને રાજા જાણો. જ્યારે કઈ પણ ગ્રહની સાથે ઈWશાલ કરતા ના હોય ત્યારે ચંદ્રરાશિપતિને વર્ષને રાજા જાણ. જે ચંદ્રમા કર્ક રાશિને હોય તે ચંદ્રરાશિપતિ ચંદ્રમા થયે તેજ વર્ષને રાજા જાણ. ૬ अब्दाधिपोव्ययषडष्टमभिन्न संस्थो लब्धोदयोब्दजनुषोः सदृशोबलेन ॥ निःशेषमुत्तमफलंविदधातिकाये नैरुज्यराज्यबललब्धिरतीवसौख्यम् ।।
અર્થ –વર્ષને રાજા વ્યય ૧૨, ૫ ૬, અષ્ટ ૮ આ સ્થાનામાં ના હોય તથા જન્મને વિષે અને વર્ષપ્રવેશને વિષે ઉદયી હેય, અર્તગત ના હાય, બળથી પરિપૂર્ણ હોય તથા જન્મને વિષે અને વર્ષપ્રવેશને વિષે બળવાન હોય તો નિ:સંદેહ ઉત્તમ ફળ આપે છે. શરીરને વિષે નીગિતા, કુળાનુમાન રાજસુખ, બળ અને અતિ સુખ આપે છે. ૭ प्रश्नाङ्गपो वर्षपतिः प्रकल्प्यस्तुर्येश्वरो जन्मविलग्ननाथः ।। मुंथाधिपः प्रश्नविलग्नतश्च त्रिराशिपो घस्रपतिः पुरावत् ॥ ८॥
અર્થ–પ્રશ્ન ઉપરથી વર્ષને રાજા કહાડવો હોય તે પ્રશ્ન લગ્નને સ્વામી તેજ વર્ષલગ્નને સ્વામી સમજ. પ્રશ્નલગ્નથી ચોથા સ્થાનના સ્વામીને જન્મલગ્નને સ્વામી સમજ. પ્રશ્ન ઉપરથી જે મુંથા આવી હોય તેને સ્વામી, ત્રિરાશિનો સ્વામી તથા દિન વસે પ્રશ્ન હોય તે સૂર્ય રાશિનો સ્વામી અને રાત્રિએ પ્રશ્ન હોય તે ચંદ્રશશિનો સ્વામી આ પ્રમાણે પ્રથમ રીતે સમજી લેવું. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com