________________
ગણિતાધ્યાય ૧ લે.
પ૭ અર્થ –જે સહમ પિતાના સ્વામીથી અથવા શુભગ્રહથી યુકત અથવા દષ્ટ હોય અને તે સહમને સ્વામી પૂર્વોક્ત પ્રકારે બળવાન હોય તે તે સહમની વૃદ્ધિ અર્થાત્ ફળ આપવામાં સામએંવાળું જાણવું. તથા સહમ પિતાના સ્વામીથી અથવા શુભ ગ્રહોથી યુક્ત દષ્ટ ના હોય તે તે સહમ ફળ આપવામાં સામ
વાળું ન જાણવું. આ પ્રમાણે સહમનું ફળ કહેવામાં પ્રથમ વિચાર કરે. ૮૬. पुण्याभिधं हि सहमं बलशालि यस्मिन् .
सोब्दः शुभो निगदितो विवले निकृष्टः ।। तस्माच्च पुण्यसहमस्य बलाबलत्वं
पूर्व विचार्यमिह ताजिकशास्त्रदक्षैः ।। ८७ ॥ અર્થ –જે વર્ષને વિષે પુણ્યસહમ બળથી યુક્ત હોય તે વર્ષ શુભ કહેલું છે તથા જે વર્ષને વિષે પુણ્યસહમ નિર્બળ હોય તે વર્ષ અશુભ કહેલું છે. તેથી કરીને વર્ષપ્રવેશને વિષે તાજિકશાસ્ત્રના જ્ઞાતા જ્યોતિર્વિદેએ પ્રથમ પુણ્યસહમના બળાબળને વિચાર કરવો જોઈએ. ૮૭
लग्नात्षष्ठाष्टरिःफस्थं धर्मभाग्ययशोहरम् ॥ शुभस्वामिदृशा प्रान्ते सुखधर्मादिसंभवः ॥ ८८॥ અર્થ:–વર્ષલગ્નથી પુણ્યસહમ ષક ૬, અષ્ટ ૮, રિફ ૧૨, સ્થાનમાં હોય તે તે વર્ષને વિષે ધર્મ, ભાગ્ય અને યશને નાશ કરે છે. તથા ઉપર કહેલા સ્થાનમાં રહેલા પુણ્યસહમને શુભગ્રહ અથવા તેને સ્વામી જેતો હોય તે વર્ષના અંતભાગમાં સુખ અને ધર્માદિ પ્રાપ્તિ કરે છે. અર્થાત્ પૂર્વાર્ધમાં અશુભ ફળ અને ઉત્તરાર્ધમાં શુભ ફળ આપે છે. ૮૮ पापयुक् शुभदृष्टं चेदशुभं पाक ततः शुभम् ॥ शुभयुक्तं पापदृष्टमादौशुभमसत्परे ॥ ८९ ॥ અર્થ –પુણ્યસહમ પાપગ્રોથી યુક્ત અને શુભગ્રહથી દષ્ટ હોય તે વર્ષના પૂર્વાર્ધમાં અશુભફળ અને ઉત્તરાર્ધમાં શુભફળ આપે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com