________________
તાજિકસારસંગ્રહ.
मासप्रवेशानयनम्. मासार्कस्य तदासन्न पंक्त्यर्केण सहान्तरम् ॥ कलीकृत्याकंगत्याप्तं दिनाघेन युतोनितम् ॥ १०२॥ तत्पंक्तिस्था कारपूर्व मासार्केऽधिकहीनके ॥
तद्वाराधे मासवेशो धुवेशोप्येवमेव हि ॥ १०३ ॥ અર્થ –જન્મકાળને સ્પષ્ટ સૂર્ય વર્ષકાળમાં પણ તેને તેજ આવે છે. જેટલામાં માસને પ્રવેશ કરવો હોય તે તેટલી સં
ખ્યામાંથી ૧ બાદ કરીને જેટલી સંખ્યા વધે તેટલી સંખ્યા વર્ષ પ્રવેશના સ્પષ્ટ સૂર્યની રાશિમાં યુક્ત કરવી. જેવી રીતે બીજા માસમાં ૧, ત્રીજા માસમાં ૨, ઇત્યાદિ સંખ્યા યુક્ત કરવાથી માસ પ્રવેશને સ્પષ્ટ સૂર્ય થાય છે. આને માસાર્ક કહે છે. પંચાંગમાં પૂર્ણિમા, અમાવાસ્યા તથા બ્રહ્મપક્ષમાં અવધિના સ્પષ્ટ સૂર્યને પંકયર્ક કહે છે. માસાર્ક અને પંકત્યનું અંતર કરવાથી જે અંશાદિક શેષ રહે તેની વિકળા કરવી, પછીથી પંત્યકની ગતિને વિકળાત્મક કરીને ભાગ લેતાં વારાદિક ત્રણ ફળ આવે છે. આ ફળને માસાર્ક કાલિન વાર, ઘડી અને પળમાંથી ચૂનાધિક કરવું અર્થાત્ માસાર્કમાંથી પંકત્યર્ક બાદ થયે હેાય તે પંક્તિસ્થ. વારદિકમાં યુક્ત કરવું. અને પંત્યર્કમાંથી માસાર્ક બાદ થયો હોય તો પંક્તિસ્વવારાદિમાંથી બાદ કરવાથી માસપ્રવેશને વાર, ઘડી અને પળે આવે છે. આ પ્રમાણે દિનપ્રવેશ પણ થાય છે. ૧૦૨–૧૦૩
ઉદાહરણ –જન્મકાળને સ્પષ્ટ સૂર્ય ૧૧–૧–૩૦-૩૧ છે, આ વર્ષપ્રવેશને પણ સૂર્ય થયા. બીજા માસનો પ્રવેશ કરવો છે તે ર માંથી ૧ બાદ કર્યો તે ૧ રહ્યો, આને વર્ષપ્રવેશના સ્પષ્ટસૂર્ય ૧૧–૧–૩૦-૩૧ માં યુક્ત કર્યો તો ૦–૧૭-૩૦-૩૧ આ બીજા માસપ્રવેશને સ્પષ્ટ સૂર્ય થયો, આને માસાર્ક કહે છે. આ માસપ્રવેશના સૂર્યની લગભગ અને કાંઈક
છે શકે ૧૮૩૩ ના ચૈત્ર કૃષ્ણપક્ષની અમાવાસ્યાએ ૦–૧૪-૯-૨૩. સૂર્ય છે, આને પંજ્યક કહે છે. માસાર્ક ૦–૧૭-૩૦-૩૧ માંથી પંકયર્ક ૦-૧૪
૯-૨૩ બાદ કર્યો તે ૦-૩-૨૧-૮ શેષ રહ્યું, આની વિકળાઓ કરીતે ૧૨૦૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com