________________
ગણિતાધ્યાય ૧ લેા.
૧
વારે પ્રાતઃકાળને સ્પષ્ટ સૂર્ય ૦-૧૮-૧-૪૦ છે. તેને દિનપ્રવેશના સ્પષ્ટ સૂમાંથી બાદ કર્યાં તે ૦-૦-૨૮-૫૧ શેષ રહ્યા. તેની વિકળાએ કરી તા ૧૭૩૧ થઈ. તેને ૬૦ થી ગણતાં પ્રતિવિકળા ૧૦૩૮૬૦ થઈ તેને જુદી મૂકવી. પછી બાદ કરેલા ૦-૧૮-૧-૪૦ સૂર્ય અને તેના પછીના ખીજા દિવસને ૦-૧૮-૫૯-૪૧ સૂર્યનું અંતર કર્યું તે ૦-૦-૫૮–૧ થયું. તેજ સૂની ૫૮–૧ કળાદિ ગતિ થઈ. તેની વિકળાએ કરીતેા ૩૪૮૧ થઇ. તેનાથી જુદી મૂકેલી પ્રતિવિકળા ૧૦૩૮૬૦ ને ભાગ લીધો તે ઘટયાદિ ૨૯-૫૦ આવ્યા. મંગળવારના પ્રાતઃકાળને સ્પષ્ટ સૂર્ય બાદ કર્યાં છે, તેથી કરીને તેજ દિવસે એટલે શકે ૧૮૩૩ ના વૈશાખ સુદી ૪ ને મંગળવારે સૂર્યોદયાત્ ષ્ટિ ઘડી ર૯ અને પળ ૫૦ સમયે બીજા માસપ્રવેશના ખીજા દિવસને પ્રવેશકાળ થયા. આ પ્રમાણે દરેક મહિનાના દરેક દિવસનેા પ્રવેશકાળ કહાડવા, પછી દિન પ્રવેશના સૂર્ય પ્રમાણે લગ્નપત્રામાંથી લગ્ન સિદ્ધ કરી દિનપ્રવેશની કુંડળી કહાડી સૂય્યદ ગ્રહો તેમાં લખવા.
दिनप्रवेश कालेपि ग्रहान्भावाँश्वसाधयेत् ॥
चन्द्रलग्नांशकाभ्यांतु फलं तत्र वदेद् बुधः ॥ १०८ ॥ અઃ—ઉપર પ્રમાણે દિનપ્રવેશના વાર, ઘડી અને પળેા લાવીને તેના સ્પષ્ટ ગ્રહેા, લગ્ન અને દ્વાદશભાવ સાધન કરીને ચંદ્ર અને લગ્નના નવમાંશવડે કરીને માસપ્રવેશની ખરાખર દિનપ્રવેશનું ફળ પિડતાએ કહેવુ. ૧૦૮
दिनेशनिर्णयः
चतुष्कमिन्धिशादि दिनमासादलग्नाः ॥
एषां बली तनुं पश्यन्दिनेशः परिकीर्तितः ।। १०९ ॥ અર્થ :—માસપ્રવેશમાં ષધિકારી (ષડેશા) થાય છે, તેવીજ રીતે દિનપ્રવેશમાં પણ સપ્તેશા થાય છે, તે બનાવવાની રીત. દિનપ્રવેશની મુંથાના સ્વામી ૧, દિનપ્રવેશના દિવા અથવા રાત્રિ લગ્ન ઉપરથી ત્રિરાશિના સ્વામી ૨, જન્મલગ્નના સ્વામી ૩, દિવસે દિનપ્રવેશ હાય તા સૂર્ય રાશિને સ્વામી અથવા રાત્રિએ નિપ્રવેશ થયા હાય તા ચંદ્રરાશિના સ્વામી ૪, દિનપ્રવેશના લગ્નને સ્વામી ૫, માસપ્રવેશના લગ્નના સ્વામી ૬, તથા વષૅ પ્રવેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com