________________
૫૮
તાજિકસારસંગ્રહ.
m
પુસહમ શુભગ્રોથી યુક્ત અને પાપગ્રહોથી દષ્ટ હોય તો વર્ષના પૂર્વાર્ધમાં શુભફળ અને ઉત્તરાર્ધમાં અશુભ ફળ આપે છે. પુણ્યસહમ પાપગ્રહથી યુક્ત અને દષ્ટ હોય તે આખા વર્ષ પર્યત અશુભફળ આપે છે તથા પુણ્યસહમ શુભગ્રહથી યુક્ત અને દષ્ટ હોય તે આખા વર્ષ પર્યત શુભ ફળ આપે છે. પાપગ્રહ અને શુભગ્રહ બને મળેલા હોય તે મિશ્રિત ફળ આપે છે. ૮૯
सूतौ षष्ठाष्टरिःफस्थे मध्ये पापहतं पुनः ।। पुण्यं धर्मार्थसाख्यनं पत्यौ दग्धे फलं तथा ॥९० ॥
અર્થ જન્મકાળમાં લગ્નથી ષષ્ઠ ૬, અષ્ટ ૮, રિફ ૧૨ સ્થાનમાં પુણ્યસહમ રહેલું હોય અને વર્ણકાળમાં પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ધર્મ, અર્થ અને સુખને નાશ કરે છે. આ પ્રમાણે પુણ્યસહમને સ્વામી અસ્તને હોય તો તે પણ ધર્માદિકને નાશ કરે છે.
सहमान्यखिलानीत्थं सूतौ वर्षे विचिंतयेत् ॥ माद्यारिफलिमृत्यूनां व्यत्ययादादिशेत्फलम् ॥ ९१ ।।
અર્થ આ પ્રમાણે જન્મકાળ અને વર્ષ કાળને વિષે સર્વે સહાનું ચિંતવન કરવું. રેગ, શત્રુ, કલેશ, મૃત્યુ અને દરિદ્ર સહમેનું ફળ પુણ્યસહમથી વિપરીત જાણવું. ૯૧
त्रिपताकाचक्रमाह. रेखात्रयं तिर्यगधोसंस्थमन्योन्यविद्धाग्रगमीशकोणात् ॥ स्मृतं बुधैस्तत्रिपत्ताकचक्रं प्राङ्मध्यरेखाग्रगवर्षलग्नात् ॥ ९२ ॥
અર્થ:–ત્રણ રેખા આડી ખેંચવી અને તેનાજ ઉપર ત્રણ રેખા ઉભી ખેંચવી તેને ઈશાન કેણની રેખાના અગ્રથી પરસ્પર વેધ કરવાથી તેને પંડિત પુરૂષે વિપતાકાચક કહે છે. આમાં પ્રથમ પૂર્વની મધ્ય રેખા ઉપર વર્ષલગ્નને ન્યાસ કરવો. ૨
नवभिश्चलितेचन्द्रे राहुभौमषडब्दके । शेषा चत्वारि वर्षाणि त्रिपताकाविधिः स्मृतः ॥ ९३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com