________________
૩૪.
તાજિકસારસંગ્રહ. અને ૩૦ કળાથી આરંભીને ૩૦ અંશ સુધીમાં હોય તે પોતાની રાશિથી દશમી રાશિનો સ્વામીને ચતુથાશપતિ જાણુ. પપ
ओजः पंचमांशाः कुज़ार्कीज्यज्ञभार्गवाः ॥ समभे व्यत्ययाज्ञेया द्वादशांशाः स्वभात्स्मृताः ॥५६॥
અર્થ–પાંચમે વર્ગ –પંચમાંશ છે. તે વિષમ રાશિના ૬ અંશ સુધીમાં મંગળને, ૬ અંશથી ૧૨ અંશ સુધીમાં શનિને, ૧૨ અંશથી ૧૮ અંશ સુધીમાં ગુરૂને, ૧૮ અંશથી ૨૪ અંશ સુધીમાં બુધને તથા ર૪ અંશથી ૩૦ અંશ સુધીમાં શુકને પંચમાંશપતિ જાણુ. અને સમરાશિના ૬ અંશ સુધીમાં શુકને, ૬ અંશથી ૧૨ અંશ સુધીમાં બુધને, ૧૨ એશથી ૧૮ અંશ સુધીમાં ગુરૂને, ૧૮ અંશથી ૨૪ અંશ સુધીમાં શનિને તથા ૨૪ અંશથી ૩૦ અંશ સુધીમાં મંગળને પંચમાંશપતિ જાણો.
બાર વર્ગ–દ્વાદશાંશ છે, દ્વાદશાંશ ૨ અંશ અને ૩૦ કળાને થાય છે, જેટલા ભાગમાં ગ્રહ આવે તે પિતાની રાશિથી તેટલા ભાગની રાશિનો સ્વામીને દ્વાદશાંશપતિ થાય છે. ૫૬ लवीकृतो व्योमचरोङ्गशैलवस्वंकदिग्रुद्रगुणाः खरामैः ।। भक्तोगतास्तर्कनगाष्टनंददिगुद्रभागाः कुयुताः क्रियात्स्युः ॥ ५७ ।।
અર્થ –છઠ્ઠો વર્ગ, સાતમે વર્ગ, આઠમે વર્ગ, નવમે વર્ગ, દશમે વર્ગ અને અગીઆરમો વર્ણ કરવાની રીત:સ્પણ ગ્રહના અંશાદિક કરીને છ ઠેકાણે સ્થાપન કરવા અને કમથી ૬, ૭, ૮, ૯, ૧૦, અને ૧૧ થી ગણીને ૩૦ ને ભાગ આપવાથી જે ફળ આવે તેમાં એક ઉમેરીને ૧૨ ને ભાગ આપવાથી જે શેષ રહે તે મેષાદિરાશિના સ્વામીઓ ષષ્ઠાંશ, સપ્તમાંશ, અષ્ટમાંશ, નવમાંશ, દશાંશ અને એકાદશાંશના સ્વામીઓ જાણવા. ૫૭
દ્વાદશવગ કરવાનું ઉદાહરણ. પહેલે વડ–ગૃહ અર્થાત રાશિ. સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૭–૩૦-૩૧ છે. તેથી મીન રાશિનો સ્વામી ગુરૂ સૂર્યને ગૃહપતિ થયો.
બીજે વગ:- હોરા. સૂર્ય મીન રાશિ અર્થાત સમ રાશિના ૧૭ અંશે છે એટલે બીજી હોરામાં છે, તેથી કરીને સૂર્ય સૂર્યનો હેરાપતિ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com