________________
૫૦.
તાજિક સારસંગ્રહ.
લગ્નમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે રેગસહમ જા
વું. દિવસને વિષે ચંદ્રમાંથી લગ્નનો સ્વામી બાદ કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિને વિષે લગ્નના સ્વામીમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે મન્મથ અર્થાત્ કામસહમ જાણવું. આને વિષે લગ્નને સ્વામી ચંદ્ર હોય તો દિવસ અને રાત્રિને વિષે સૂર્યમાંથી ચંદ્ર બાદ કર. ૭૧ कलिक्षमेस्तोगुरुतो विशुद्धकुजे विलोमं निशि पूर्वरीत्या ।। शास्त्रं दिने सौरिमपास्य जीवाद्वामं निशिज्ञस्य युतिः पुरावत्॥७२॥
અર્થ–દિવસને વિષે ગુરૂમાંથી મંગળ બાદ કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિને વિષે મંગળમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન ચુકત કરવું તે કલિ અને ક્ષમાસહમ જાણવું. દિવસને વિષે ગુરૂમાંથી શનિ બાદ કરીને બુધ યુકત કરો અને રાત્રિને વિષે શનિમાંથી ગુરૂ બાદ કરીને બુધ યુકત કરે તે શાસ્ત્ર સહમ જાણવું. ૭૨ दिवानिशं ज्ञाच्छशिनं विशोध्य बंध्वाख्यमेतनिशि बंदकं स्यात् ॥ वामंदिवै तन्मृतिरष्टमादिंदुविशोध्योक्तवदार्कियोगात् ॥ ७३ ॥
અર્થ–દિવસ અને રાત્રિને વિષે બુધમાંથી ચંદ્રબાદ કરીને લગ્ન યુક્ત કરવું તે બંધુસહમ જાણવું. દિવસને વિષે ચંદ્રમાંથી બુધ બાદ કરીને લગ્ન યુકત કરવું અને રાત્રિને વિષે બુધમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. તે બંદકસહમ જાણવું. દિવસ તથા રાત્રિને વિષે આઠમા ભાવમાંથી ચંદ્રબાદ કરીને શનિ યુકત કરે તે મૃત્યુસહમ જાણવું. ૭૩ देशांतराख्यं नवमाद्विशोध्य धर्मेश्वरं संततमुक्तवत्स्यात् ॥ अहर्निशं वित्तपमर्थभावाद्विशोध्य पूर्वोक्तवदर्थसम ॥ ७४ ॥
અર્થ:–દિવસ અને રાત્રિને વિષે નવમા ભાવમાંથી નવમાં ભાવને સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે દેશાંતર અને યાત્રાસહમ જાણવું, તથા દિવસ અને રાત્રિને વિષે ધન ભાવમાંથી
ધન ભાવને સ્વામી બાદ કરીને લગ્ન યુકત કરવું તે ધનસહમ જાણવું ૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com