________________
ગણિતાધ્યાય 1 લે
૧૫
m
mmmmm
તેને ૩૦ થી ભાગતાં ફળ ૧૪૬-૨૮-૮-૩૪ સૂર્યને પળાત્મક ભોગ્યકાળ આવ્યો. તેને ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૩ ની પળો ૨૭૪૩ માંથી બાદ કર્યો તે ૨૫૯૬–૩૧-૧૧-૨૬ શેષ રહ્યા. આમાંથી મેષ રાશિના ઉદયમાન પછીના વૃષભથી ધન સુધીના માન રોધાય છે તેની કુલ પળો ૨૫૮૨ બાદ કરી તો શેષ પળાદિ ૧૪-૦૧-૧૧-૨૬ રહ્યા. મકરરાશિને માન ૩૦૬ શધાતા નથી તેથી તે અશુદ્ધરાશિ થઈ. શેષ ૧૪-૩૧–૧૧–ર ને ૩૦ થી ગણતાં ૪૩૫-૩૫-૪૩-૦ આવ્યા તેને અશુદ્ધરાશિ મકરના માન ૩૦૬ થી ભાગતાં ૧-૨૫-૨૪ અંશાદિ ફળ આવ્યું. તેના ઉપર અશુદ્ધમાનની પૂર્ણાદિ ૯ રાશિ મૂકી તે ૯-૧-૨૫-૨૪ રાશ્યાદિ સાયન સ્પષ્ટ લગ્ન થયું. આમાંથી ૨૩-૭-૫૮ અયનાંશા બાદ કર્યા તો ૮-૮-૧૭-ર૬ રાશ્યાદિ ધન સ્પષ્ટ લગ્ન આવ્યું.
पूर्वनतपश्चिमनतप्रकारः रात्रेः शेषं यातमहोदलेन युक्पाक्नदं पश्चिमं स्यात्क्रमेण ॥ अहोयातं शेषमहोदलेन विश्लेष्यं तत्प्राक्नतं पश्चिमं स्यात् ॥ २४ ॥
અર્થ:–રાત્રિનું શેષ અને રાત્રિનું ગત દિનાઈમાં યુકત કરવાથી અનુક્રમે પૂર્વનત અને પશ્ચિમનત થાય છે. તથા દિવસનું ગત અને દિવસનું શેષ દિનાઈમાંથી બાદ કરવાથી અનુકમે પૂર્વનત અને પશ્ચિમનત થાય છે. ૨૪
ઉદાહરણ-ઈષ્ટ કાળ ઘડી ૪૫ પળ ૪૩ છે, તે મધ્યરાત્રિથી આરંભી સૂર્યોદયની અંદર હોવાથી રાત્રિનું શેષ લાવવું પડશે. તેથી કરીને ઈષ્ટ
૧ મધ્યરાત્રિથી આરંભી સૂર્યોદય સુધીનો ઈષ્ટકાળ હોય તો તેની ઇષ્ટ ઘડીને ૬૦ માંથી બાદ કરવાથી રાત્રિનું શેષ આવે છે.
૨ સૂર્યાસ્તથી આરંભી મધ્યરાત્રિ સુધીને ઈષ્ટ કાળ હોય તો તેની ઈષ્ટ ઘડીમાંથી દિનમાન બાદ કરવાથી રાત્રિનું ગત આવે છે.
૩ સૂર્યોદયથી આરંભી મધ્યાન્હ સુધીને ઈષ્ટકાળ હોય છે જે ઈટઘડી છે તેજ દિવસનું ગત થાય છે.
૪ મધ્યાહથી આરંભી સૂર્યાસ્ત સુધીનો ઈષ્ટ કાળ હોય તો તેને ઇષ્ટ ઘડીને દિનમાનમાંથી બાદ કરવાથી દિવસનું શેપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com