________________
ગણિતાધ્યાય ૧ લો. ઉદાહરણ:-પૂર્વની ઘડી ર૮ પળ ૩૪ હેવાથી દશમો ભાવ ઋણ લગ્નની રીત પ્રમાણે કર્યો છે. સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧માં અયનાંશા ૨૩––૫૮ યુક્ત કરવાથી ૦-૧૦-૩૮-૨૯ સાયનસૂર્ય થયું. તેના અંશાદિ ૧૦-૩૮-૨૯ ભુક્તાંશ છે. તેને સાયનસૂર્યની મેષરાશિના લોકોદયમાન ૨૭૮ થી ગણ્યા તો ૨૯૫૮–૧૮–૨૨ આવ્યા, તેને ૩૦ થી ભાગતાં ફળ ૯૮-૩૬૩૬-૪૪ સૂર્યનો પળાત્મક ભુકતકાળ આવ્યો. તેને પૂર્વનત ઘડી ૨૯ પળ ૩૪ ની પળો ૧૭૭૪ માંથી બાદ કર્યો તો ૧૬૭૫–૨૩-૨૩–૧૬ રહ્યા, આમાંથી મેષ રાશિના ઉદયમાનથી પાછળના મીનથી વૃશ્ચિક સુધીના માનની કુલ પળો ૧૫૨૨ બાદ કરી તે શેષ પળાદિ ૧૫૩-૨૩–૨૩–૧૬ રહી તુળારાશિના માન ર૭૮ જતાં નથી. તેથી તે અશુદ્ધરાશિ થઈ શેષ પળાદિ ૧૫૩-૨૩–૨૩–૧૬ ને ૩૦ થી ગણતાં ૪૬૦૧-૪૧-૩૮-૦ આવ્યા તેને અશુદ્ધરાશિ તુળાના માન ૨૭૮ થી ભાગતાં ૧૬-૩૩-૧૧ અંશાદિ ફળ આવ્યું. તેને છેવટની શોધાયેલી વૃશ્ચિકની પૂર્ણાદિ ૭ રાશિમાંથી બાદ કર્યું તો ૬–૧૩-૨૬-૪૯ રાચ્છાદિ સાયન દશમે ભાવ આવ્યો. તેમાંથી અયનાંશ ૨૩૭–૧૮ બાદ કયો તા ૫-૨૦–૧૮-૫૧ રાચ્છાદિ ઋણ સ્પષ્ટ દશમ ભાવ આવ્યો.
सषड्भे लग्नदशमे जायातुर्यों प्रकीर्तितौ ॥ लग्नोनसुखषष्ठांशयुताल्लग्नात्ससंधयः ॥ २६ ॥ त्रयो भावा भवत्येवं षष्ठांशो नैकयुक्सुखात् ॥ त्रयः ससंधयो भावाः षडन्ये भार्द्धयोजनात् ॥ २७ ॥
અર્થ –લગ્ન અને દશમા ભાવમાં છ છ રાશિ યુક્ત કરવાથી કમથી સાતમે અને ચોથોભાવ આવે છે. ચોથાભાવમાંથી લગ્ન બાદ કરીને તેને ષષાંશ કરીને લગ્નમાં વારંવાર ઉમેરવાથી ચોથા ભાવ પર્યત સંધિ અને ભાવ થાય છે. પછીથી તે ષષાંશને એક રાશિ અર્થાત્ ૩૦ અંશેમાંથી બાદ કરીને ચોથા ભાવમાં વારંવાર ઉમેરવાથી સાતમા ભાવ પર્યત સંધિ અને ભાવ થાય છે. આવેલા સંધિ અને ભાવમાં છ છ રાશિ ઉમેરવાથી બાકી રહેલા સંધિ અને ભાવો આવે છે. ૨૬-ર૭.
ઉદાહરણઃ—સ્પષ્ટલક્સ ૮-૮-૧૭–૨૬ માં ૬ રાશિ ઉમેરવાથી ૨-૮૧૭–૨૬ સાતમો ભાવ આવ્યો, દશમ ભાવ ૫–૨૦૧૮–૧૧ માં ૬ રાશિ ઉમેરવાથી ૧૧-૨૦–૧૮–૫૧ ચોથો ભાવ આવ્યો. ચોથા ભાવ ૧૧-૨૦૧૮-૫૧ માંથી લગ્ન ૮-૮-૧૭–૨૬ બાદ કર્યું તે શેષ ૩–૧૨-૧-૨૫ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com