________________
૧૦
તાજિક સારસંગ્રહ.
m
ann
ઉદાહરણ – આ ઉદાહરણ કલ્પિત છે, વર્તમાન રેવતી નક્ષત્ર છે, અને ગત ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર છે. ગત નક્ષત્ર ઉત્તરાભાદ્રપદની ઘડી ૩૧ પળ ૨૪ ને ૬૦ માંથી બાદ કરી તે ૨૮ ઘડી ૩૬ પળ શેષ રહી. તેને બે ઠેકાણે સ્થાપના કરી. પ્રથમ સ્થાનમાં ઈષ્ટ ઘડી ૨૫ પળ ૪૩ ઉમેરી તે ૫૪ ઘડી ૧૯ પળ વર્તમાન રેવતી નક્ષત્રનું ભયાત આવ્યું. બીજા સ્થાનમાં વર્તમાન રેવતી નક્ષત્રની ઘડી ૨૯ પળ ૧૧ ઉમેરી તે પ૭ ઘટી ૪૭ પળ વર્તમાન રેવતી નક્ષત્રનું ભાગ થયું. इष्टेऽह्नि द्यातभमस्ति यत्र तत्रैव यातक्षविहीनमिष्टम् ॥ भुक्तं भवेदत्र तु सर्वभोग्य साध्यं च पूर्वोक्तवदेव नित्यम् ॥ १३ ॥
અર્થ–પરંતુ જ્યારે ગતનક્ષત્ર વર્તમાન દિવસે ઈષ્ટ ઘડ્યાદિ પહેલાં સમાપ્ત થાય ત્યારે ગતનક્ષત્રની ઘટ્યાદિને ઈષ્ટકાળની ઘટ્યાદિમાંથી બાદ કરવાથી વર્તમાન નક્ષત્રનું ભયાત થાય છે. અને સર્વદા ભલેગ પ્રથમ પ્રમાણે જ સાધન કરવું. ૧૩
ઉદાહરણઃ—શકે ૧૮૩૩ ના ચૈત્ર શુકલ ૧ ને શુક્રવારે ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૭ સમયે વર્ષપ્રવેશ થાય છે. તે દિવસે રેવતી નક્ષત્ર ઘડી ૨૯ પળ ૧૧ છે. આ રેવતી નક્ષત્ર વર્તમાન દિવસે ઈષ્ટ ઘડી પહેલા સમાપ્ત થાય છે. તેથી કરીને ગત નક્ષત્ર પણ રેવતીજ થયું, તેની ઘડી ૨૯ પળ ૧૧ ને ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૩ માંથી બાદ કરી તે શેષ ઘડી ૧૬ પળ ૩ર વર્તમાન અશ્વિની નક્ષત્રનું ભયાત થયું. તેનું પળાત્મક કર્યું તે ૯૯૨ પળાત્મક ભયાત આવ્યું. ભભોગ માટે પૂર્વોક્ત ક્રિયા કરી તો ૫૬ ઘડી ૫૪ પળ ભભોગ થયું. અર્થાત ગત નક્ષત્ર રેવતીની ઘડી ર૯ પળ ૧૧ છે તેને ૬૦ માંથી બાદ કરી તે શેષ ૩૦ ઘડી ૪૯ પળ રહી. આમાં વર્તમાન અશ્વિની નક્ષત્રની ઘડી ૨૬ પળ પ ઉમેરી તે ૫૬ ઘડી ૫૪ પળ વર્તમાન અશ્વિની નક્ષત્રનું ભભોગ થયું. તેનું પળાત્મક કયું તે ૩૪૧૪ પળાત્મક ભભોગ આવ્યું.
स्पष्टचन्द्रानयनप्रकारः नक्षत्रयातं खरसैर्विनिघ्नं भभोगभक्तं यदवाप्तमेवम् ॥ षष्टिनधिष्ण्येषु युतं द्विनिघ्नं नन्दैरवाप्तं हि शशी फुटः स्यात् ॥१४॥
અર્થ–સ્પષ્ટ ચંદ્ર કરવાની રીત:–ભયાતના પળાત્મકને ૬૦ થી ગણી ભભેગના પળાત્મકવડે ભાગ આપવાથી ઘટ્યાત્મક જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com