________________
ગણિતાધ્યાય ૧ લો. ગુરૂવારના પંચાંગસ્થ પ્રાતઃકાલિન સ્પષ્ટ રહેમાં ગેમત્રિકા રીતીથી ધન ચાલન આપવાથી સૂર્યાદિ સ્પષ્ટ રહો થશે. પંચાંગસ્થ પ્રાતઃકાલિન સ્પષ્ટ ગ્રહથી ૧ દિવસ ૪૫ ઘડી ૪૩ પળ પર્યત અધિક છે, તેથી આ એષ્ય દિવસ થયા તેજ ૧-૪૫-૪૩ ધન ચાલન થયો. તેને ફાગણ વદી ૩૦ ને ગુરૂવારના સ્પષ્ટ સૂર્યની ગતિ ૫૯-૧૪ થી ગેમત્રિકાવડે ગણું ૬૦ ને ભાગ આપવાથી લબ્ધ ૧-૪૪–૨૧ અંશાદિક આવ્યા. તેને પંચાંગસ્થ સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૫-૪૬-૧૦ માં ધન ચાલન હોવાથી યુક્ત કર્યા તો ઇષ્ટકાલિન સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૭-૩૦-૩૧ આવ્યું. આ પ્રમાણે ભૌમાદિ સ્પષ્ટ ગ્રહો કરવા.
___ ग्रहेषु विशेष कर्म. यदा खेटो भवेन्मार्गी पूर्वोक्तं बुध आचरेत् ।। वक्रत्वे विपरीतं स्याद्राहुकेत्वोः सदाऽन्यथा ॥ ११ ॥
અર્થઃ—જ્યારે ગ્રહ માગી હોય તો બુદ્ધિમાન પુરૂષે ધન ચાલનમાં મુદ્રિકા વડે આવેલું અંશાદિ ફળ પંચાંગ0 ગ્રહમાં ઉમેરવું. ઋણ ચાલન હોય તો ગોમુત્રિકાવડે આવેલું અંશાદિફળ પંચાંગ0 ગ્રહમાંથી બાદ કરવું. પરંતુ ગ્રહ વક્રી હોય તો વિપરીત સંસ્કાર આપો. અર્થાત્ જ્યાં ઉમેરવાનું હોય ત્યાં બાદ કરવું અને બાદ કરવાનું હોય ત્યાં ઉમેરવું. રાહુ અને કેતુમાં સર્વદા વિપરીત સંસ્કાર કરે. ૧૧
માતાકવાદ गतसंघटयो वियदङ्गशुद्धा द्विष्ठाः क्रमादिष्टघटीप्रयुक्ताः ॥ इष्टक्षनाडीसहिताश्च कार्या भयातभोगौ भवतः क्रमेण ॥१२॥
અર્થ:–સ્પષ્ટ ચંદ્ર કરવા માટે પ્રથમ ભયાત ભગ કરવાની રીત:–ગત નક્ષત્રની ઘટ્યાદિને ૬૦ માંથી બાદ કરીને બે ઠેકાણે
સ્થાપન કરવી. પ્રથમ સ્થાપન કરેલી ઘટ્યાદિમાં ઈષ્ટ ઘટ્યાદિ યુક્ત કરવી અને બીજું સ્થાપન કરેલી ઘટ્યાદિમાં વર્તમાન નક્ષત્રની ઘટયાદિ યુક્ત કરવાથી અનુક્રમે ભયાત અને ભલેગ થાય છે. અર્થાત્ જે સ્થાનમાં ઈષ્ટ ઘટ્યાદિ યુક્ત કરી હોય તે ભયાત અને વર્તમાન નક્ષત્રની ઘટ્યાદિ યુક્ત કરી હોય તે ભાગ જાણવું. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com