________________
ગણિતાધ્યાય ૧ લેા,
वर्षप्रवेशमाह. भूघस्राक्कनलात्रिंशज्जन्माभिष्ट शकान्तरैः || हन्यातज्जन्मवाराद्यैर्युक्तो वर्षप्रवेशकः || २ ||
અર્થ:——વમાન શકમાંથી જન્મને શક માદ કરતાં જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ૧-૧૫-૩૧-૩૦ આ અકોએ ગણીને જન્મના વાર તથા સૂર્યોદયાત્ ઘડી અને પળ ઉમેરવાથી વર્ષોના પ્રવેશકાળ થાય છે. ૨
જી
બાદ
ઉદાહરણઃ—વર્તમાન શકે ૧૮૩૨ માંથી જન્મને શક ૧૮૦૮ કર્યા તેા શેષ ૨૪ રહ્યા તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દ ૨૪ ને ૧-૧૫-૩૧ -૩૦ થી ગુણતાં અનુક્રમે ૨૪-૩૬૦-૭૪૪-૭૨૦ વારાદિ આવ્યા તેને નીચેથી વિકળાત્મકને ૬૦ વડે ચઢાવતાં ૩૦-૧૨-૩૬-૬ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩-૭-૮ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૭-૮ આવ્યા. ઉપરના વારના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તો શેષ ૬-૪૫-૪૩-૦ આ વર્ષે પ્રવેશ સમયના વાર, ઘડી અને પળ આવ્યા.
द्वितीय प्रकारः
शाके जन्मशकोनिते भवति यच्छेषंगताद्धव्रजो sघोधः संगुणितः शरैश्चयुगलेनाङ्गैर्युगैर्भाजितः || लब्धंतज्जननोत्थवारघटिकाद्येनान्वितं सप्तभिः
पूर्वाङ्के विहृतेऽत्रशेषकमितौ वर्षप्रवेशो ध्रुवः ।। ३ ।। અર્થ:—વત્ત માન શકમાંથી જન્મનેા શક બાદ કરવાથી જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ૫-૨-૬ એ ગણી ૪ થી ભાગ લેતાં જે ફળ આવે તેમાં જન્મના વાર, ઘડી અને પળ ઉમેરી ઉપરના વારના અંકને ૭ થી ભાગ લેતાં જે શેષ રહે તે વર્ષપ્રવેશ સમયના વાર, ઘડી, પળ અને વિપળ જાણવા. ૩
ઉદાહરણઃ——ગતાદ ૨૪ તેને ત્રણ ઠેકાણે ૨૪-૨૪–૨૪ સ્થાપન કરી ક્રમથી ૫–૨–૬ થી ગણતાં અનુક્રમે ૧૨૦-૪૮–૧૪૪ થયા. તેને નીચેથી પળાત્મકને ૬૦ વડે ચઢાવતાં ૧૨૦-૨૦-૨૪ આવ્યા. તેને ૪ થી ભાગ લેતાં વારાદિક ૩૦-૧૨-૩૬-૦ ફળ આવ્યું. તેમાં જન્મના વારાદિક ૪-૩૩-૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com